સેવા કાર્યઃ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફ્રી શબ વાહિની(Free sub vahini) સેવા શરુ, નિધન પામેલા કોરોના દર્દીને વિનામૂલ્યે સ્મશાન સુધી લઇ જવાશે…!
કોરોના મહામારી વચ્ચે શરુ કરી ફ્રી શબવાહિની(Free sub vahini) સેવા
અમદાવાદ, 04 મે: આજે આપણો દેશ જયારે કોરોના મહામારીનો મુકાબલો કરી રહ્યો છે ત્યારે, શાસન પ્રશાસનની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ મહામારી સામે લડવા માટે આગળ આવી છે, જે આપણા દેશની મહાન સંસ્કૃતિનું દર્શન કરાવે છે. કોરોના મહામારીના આ કાળમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ લોકસેવાના માધ્યમથી ગામે ગામ દેશવાસીઓની સેવામાં લાગેલું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થઈ રહેલી લોકસેવાનો એક આછેરો ચિતાર આજે જનજાગૃતિ અર્થે સૌ સમક્ષ મુકીએ છીએ. તેઓએ કોરોના દર્દીના નિધન બાદ સ્મશાન સુધી પહોંચાડવા માટે શબ વાહિનીની(Free sub vahini) સેવા પણ શરુ કરી છે. આ શબવાહિની વિનામુલ્યે કાર્ય કરશે.

પ્રાણવાયુની અછતના સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કર્ણાવતી મહાનગરમાં ત્રણ સ્થળોએ ઓક્સિજનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહાનગરના ઉસ્માનપુરા વિસ્તારમાં ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક જવલિતભાઈના નેતૃત્વમાં રોજના ૧૨૫ જેટલા દર્દીઓને ઓકસીજન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ મુજબ ખોખરા અને વટવા વિસ્તારમાં પણ શક્ય તેટલી ઓકસીજન સેવા કરવામાં આવે છે. કોરોના સંક્રમિત ઘણા પરિવારો ઘરે જ સારવાર લેતા હોઈ હિંમતનગર, ગાંધીનગર, આસારવા, કડી, વટવા, ચાંદલોડિયા, ગાંધીનગર અને બારેજા શહેરોમાં નિશુલ્ક ટિફિન સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે

આ પણ વાંચો….
