Gabbar aarti: શક્તિપીઠ અંબાજી ના ગબ્બર પર્વતરાજ ની આરતી કરવામાં આવી
- ગુજરાત જ નહીં પણ ભારતભર માં હિમાલય, ગિરનાર ની ગિરિમાળા, માઉન્ટ આબુ નું ગુરુ શિખર ની આરતી નથી થતી
- યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વતરાજની આરતીનું આયોજન (Gabbar aarti) ઇતિહાસમાં પ્રથમ વખત કરવામાં આવ્યુ
- ભિક્ષાવૃત્તિ કરતા બાળકો ની ઉષાબેન અગ્રવાલે જિંદગી બદલી નાખી
- બાળકો દ્વારા સાઉન્ડ સિસ્ટમ ને લાઈટ ડેકોરેશન સાથે અનોખી આરતી (Gabbar aarti) ઉતારવામાં આવી……….. શક્તિપીઠ અંબાજીને ભિક્ષાવૃત્તિ થી મુક્ત કરવા માં આવશે
અંબાજી, ૦૮ માર્ચ: Gabbar aarti: ગુજરાત જ નહીં પણ ભારતભર માં હિમાલય, ગિરનાર ની ગિરિમાળા, માઉન્ટ આબુ નું ગુરુ શિખર, કે પછી અન્ય કોઈ પણ પ્રચલિત પર્વતોની કદાચ આરતી નહીં કરાઈ હોય તેવી આરતી રાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજી ના ગબ્બર પર્વતરાજ ની પ્રથમ વખત કરવામાં આવી છે.
યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વતરાજની આરતીનું આયોજન ઇતિહાસમાં પ્રથમ વખત કરવામાં આવ્યુ, જ્યાં 51 શક્તિપીઠના મંદિરો વિરાજમાન છે તેવા સ્થળે અનોખી આરતી (Gabbar aarti) કરવામાં આવી હતી. આપને જાણીને આશ્ચર્ય લાગશે તમે જે આરતી કરનાર બાળકો જોઈ રહ્યા છો તે કોઈ કલાકાર નથી કે પછી કોઈ ફિલ્મ કે સિરિયલના દ્રશ્યોના પાત્રો નથી પણ ગબ્બર પંથક માં ભિક્ષાવૃત્તિ કરતા બાળકો છે પણ આજે અંબાજી શક્તિ સેવા કેન્દ્ર ના સંચાલક ઉષાબેન અગ્રવાલે આ તમામ બાળકોની જિંદગી બદલી નાખી છે.
આ બાળકોને ઉષાબહેને ભિક્ષાવૃત્તિ છોડાવી અભ્યાસ કરતા કરી દીધા છે ને જેમ કાશી વિશ્વનાથ ને હરિદ્વારમાં ગંગા આરતી કરવામાં આવે છે તે રીત નો એક નવો સીલસીલો જે કદાચ ઇતિહાસ માં પહેલીવાર હશે જ્યાં અંબાજી ના ગબ્બર ગઢ ની તળેટી માં 51 શક્તિપીઠ સ્થાપિત કરાયેલા છે તેવા ગબ્બર પર્વત રાજ ની આરતી (Gabbar aarti) ઉતારવાનું આયોજન કરાયું હતું.
અંબાજી મંદીર ની મુખ્ય આરતી પૂર્ણ થયા બાદ રાત્રી દરમિયાન ગબ્બ ની તળેટીમાં ભિક્ષાવૃત્તિ છોડીને અભ્યાસમાં જોડાયેલા બાળકો દ્વારા સાઉન્ડ સિસ્ટમ ને લાઈટ ડેકોરેશન સાથે અનોખી આરતી (Gabbar aarti) ઉતારવામાં આવી હતી જેને જિલ્લા કલેકટર આનંદ પટેલ સહીત મંદિરના વહીવટદાર આર કે પટેલ પણ આ બાળકો દ્વારા કરાયેલી આરતી ને જોઈ આશ્ચર્ય ચકિત થયા હતા જોકે આ આરતીના આયોજક ઉષા બહેને જણાવ્યું હતું કે 9 વર્ષ પહેલા જયારે તેઓ ગબ્બર દર્શાનાર્થે આવ્યા હતા.
જ્યાં આ બાળકો ને ભિક્ષાવૃત્તિ કરતા જોઈને સંકલ્પ કર્યો હતો કે આ બાળકો નું જીવન બદલવું છે ત્યાર થી સતત પ્રયત્નશીલ બની ગબ્બર પંથક માં મોટા ભાગ ના બાળકો ને ભિક્ષા વૃત્તિ છોડાવી અભ્યાસ માં લગાવ્યા છે ને હજી પણ વધુ બાળકો જે ભિક્ષાવૃત્તિ કરતા હોય તેમને પોતાના ખર્ચે અભ્યાસ કરાવી આગળ વધારવા સંકલ્પ કર્યો છે અને શક્તિપીઠ અંબાજી ને ભિક્ષાવૃત્તિ થી મુક્ત કરવા શક્તિ સેવા કેન્દ્ર અંબાજી ના સંચાલક ઉષાબહેન અગ્રવાલએ જણાવ્યું હતુ. અંબાજીને ભિક્ષાવૃત્તિ થી મુક્ત કરવા માં આવશે. . . . . ભિક્ષાવૃત્તિ કરતા બાળકો ની ઉષાબેન અગ્રવાલે જિંદગી બદલી નાખી. . . . .

