CM Bhupendra Patel speech

Grant for Women MLAs of Gujarat: મહિલા દિવસ પર મુખ્યમંત્રીએ મહિલા ધારાસભ્યો માટે કરી મોટી જાહેરાત- વાંચો વિગત

Grant for Women MLAs of Gujarat: હવે મહિલા ધારાસભ્યોને આ ગ્રાન્ટ ઉપરાંત 1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે

ગાંધીનગર, 08 માર્ચઃ Grant for Women MLAs of Gujarat: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં મહિલા દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાની જાહેરાત કરી છે. દરેક મહિલા ધારાસભ્યોને હવે 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળશે. 

મહિલા દિવસ પર મુખ્યમંત્રીની મોટી જાહેરાત
ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ નિમિતે મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાનો મોટો નિર્ણય કર્યો છે. હવે દરેક મહિલા ધારાસભ્યોને 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળવાની છે. મહત્વનું છે કે અત્યાર સુધી દરેક ધારાસભ્યોને દર વર્ષે 1.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી. એટલે કે દરેક ધારાસભ્યોને પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાના વિધાનસભા ક્ષેત્રના વિકાસ માટે 7.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી. હવે મહિલા ધારાસભ્યોને આ ગ્રાન્ટ ઉપરાંત 1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે.

આ પણ વાંચોઃ PM Will Come to Gujarat: PM મોદી કોરોનાકાળ બાદ 11 અને 12 માર્ચે ગુજરાત આવશે, ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે- વાંચો સમગ્ર કાર્યક્રમ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.