Grishma murder case

Grishma murder case update: ગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસનો મોટો ખુલાસો, ફેનિલે એકે-47 ખરીદવા પ્રયત્ન કર્યો

Grishma murder case update: ગ્રીષ્માની હત્યા કરવા માટે ફેનિલે 30 જેટલી વેબસાઇટ્સ સર્ચ કરી હતી

સુરત, ૨૧ ફેબ્રુઆરી: Grishma murder case update: સુરતની ગ્રીષ્મા વેકરિયાની ધોળા દિવસે ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર રાજ્યને હચમચાવીને રાખી દીધું. ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલની પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે, અને તેની સાથે રહીને પોલીસ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને પોલીસ આરોપી ફેનિલ પાસેથી માહિતી મેળવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા SIT ની ટીમ સાથે અલગ-અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો. આજે આ કેસ ને લઈને એક મોટો ઘટસ્ફોટ થયો (Grishma murder case update) છે.

ગ્રીષ્માની હત્યા કરવા માટે આરોપી ફેનિલે એકે-47 ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચ્યો છે. પોલીસને જાણવા મળ્યું હતું કે ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી. ગ્રીષ્માની હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSLનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ કેસમાં ગુરુવારથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad drugs seized: અમદાવાદ એરપોર્ટ પરથી બે મુસાફરોની ધરપકડ, પેટમાંથી ડ્રગ્સ ના 165 કેપ્સ્યુલ મળી આવ્યા

હત્યા કરવા ફેનિલે 30 જેટલી વેબસાઇટ્સ સર્ચ કરી હતી

ગ્રીષ્માની હત્યા કરવા માટે ફેનિલે એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે વેબસાઈટ પર સર્ચ કર્યું હતું. જોકે આ રાઇફલ ન મળતાં તેણે અન્ય વિકલ્પો શોધ્યા. અને હત્યા કેવી રીતે કરી શકાય એ માટે પણ તેણે 30થી વધુ વેબસાઇટ સર્ચ કરી હતી. ફેનિલ હત્યા માટે અલગ સ્ટાઈલ, અને ગળું કાપવાનું પણ શીખ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં તે સવારથી જ પ્લાનિંગ કરી રહ્યો હતો. ફેનિલે હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની કેટલીક અલગ-અલગ સિરિયલ્સ જોઈ હતી. 

ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે એક ચાકુનો ઓર્ડર પણ કર્યો હતો. જોકે આર્ડર મોડો મળવાનો હોવાથી તેણે રિજેક્ટ કર્યો હતો, તેનો પુરાવા પણ પોલીસને ફેનિલના મોબાઈલમાંથી મળ્યો છે. ફેનિલે હત્યા માટે એક મોલમાંથી ચપ્પુ મેળવ્યું હતું. પોલીસે હત્યા કરાયેલું ચપ્પુ પણ જપ્ત કરી લીધું છે.

Gujarati banner 01