parshuram pariwar aavedan

Ambaji parshuram pariwar: પરશુરામ પરિવાર તરફ થી અંબાજી મંદિર ટ્રસ્ટને કેમ આવેદન પત્ર આપવામાં આવ્યું; જાણો વિગત

Ambaji parshuram pariwar: અંબાજીમાં પરશુરામ પરિવાર ની અંબાજીના અગ્રણી વેપારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી, મંદિર ટ્રસ્ટને આવેદન પત્ર અપાયુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 21 ફેબ્રુઆરી:
Ambaji parshuram pariwar: યાત્રાધામ અંબાજી માં લાંબા સમય થી કોરોના કાળ ને લઈ વેપારીઓ સતત પરેશાન હતા જ્યાં કોરોના ની માર ઓછી થતા ફરી થી અંબાજી ના વેપારો સહીત અંબાજી મંદિર ધબકતું બન્યું છે એટલુજ નહી અંબાજી ગામ અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે અંબાજીના વિકાસ ના કેટલાક પ્રશ્નો ને લઇ આજે અંબાજીના ખોડીયાર ચોકમાં પરશુરામ પરિવાર બનાસકાંઠા જીલ્લા સહીત સ્થાનિક પદાધિકારીઓની અંબાજી ના અગ્રણી વેપારીઓ સાથે ની એક બેઠક યોજવામાં આવી હતી.

જેમાં ખાસ કરીને અંબાજી મંદિર ના કેટલાક મંદિરના બંધ દરવાજા ખોલવા, સ્થાનિક લોકો ને મંદિર માં દર્શન માટે અલાઈદા આઈકાર્ડ આપવા ,ગબ્બર 51 શક્તિપીઠ મંદિરોમાં ખૂટતા પુજારીઓ ની નિમણુક કરવા તેમજ તમામ 51 શક્તિપીઠ મંદિરો માં રાજભોગ ની વ્યવસ્થા કરવા સહીત જુના હોસ્પિટલ માં ફરી થી તબીબી OPD શરુ કરવા સાથે મંદિરના ચાચરચોક માં યાત્રિકો ને બેસવા દેવા સાથે ની વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી અને અંબાજી મંદિર ટ્રસ્ટ માં સ્થાનિક યુવાનો ને નોકરી આપી રોજગારી પૂરું પાડવા પણ માંગ કરાઈ છે.

Ambaji parshuram pariwar ambaji meeting

અંબાજી ના પ્રશ્નો ને લઇ દાંતા મત વિસ્તાર ના ધારાસભ્ય કાંતિ ખરાડી ને વેપારીઓ ની મીટીંગ માં બોલાવી પ્રશ્નો ના નિકાલ અર્થે આવેદન પત્ર સુપ્રત કરાયું હતું અને અંબાજી ગામ ના વેપારી પ્રતિનિધિઓ ના આગેવાની માં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને પણ આવેદનપત્ર આપી વહેલી તકે પ્રશ્નો ના નિકાલ લાવા માંગ કરી હતી જો તેમ કરવામાં નહી આવે તો આગામી સમય માં પરશુરામ પરિવાર સાથે અંબાજી ના વેપારીઓ ઉગ્ર અંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Ahmedabad drugs seized: અમદાવાદ એરપોર્ટ પરથી બે મુસાફરોની ધરપકડ, પેટમાંથી ડ્રગ્સ ના 165 કેપ્સ્યુલ મળી આવ્યા

આ પ્રસંગે ડામરાજી રાજગોર (પ્રમુખ,પરશુરામ પરિવાર,જીલ્લા સંગઠન) અંબાજી પરશુરામ પરીવાર ના પ્રમુખ દિનેશ મહેતા, રાજન અગ્રવાલ, દિનેશભાઈ ગઢવી, ચાંદમલજી જૈન, શૈલેષભાઈ પટેલ સહીત મહીલાઓ તેમજ અનેક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01