Gujarat ATS seizing quantity of blood sandalwood: રક્ત ચંદનના જથ્થા સાથે સુરતના કુંભારીયા ગામેથી ત્રણ ઈસમોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ
Gujarat ATS seizing quantity of blood sandalwood: 570 કિલો રક્ત ચંદનના જથ્થા સાથે સુરતના કુંભારીયા ગામેથી ત્રણ ઈસમોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ.
સુરત, 23 ફેબ્રુઆરી: Gujarat ATS seizing quantity of blood sandalwood: એ.ટી.એસ. ગુજરાતને બાતમી હકીકત મળેલ કે, સુરતના પૂણા વિસ્તારમાં આવેલ કુંભારીયા ગામે વિનોદભાઈ સોમાભાઈ પટેલના ભોગવટાવાળા ઘરમાં વગર પાસ પરમીટનો રક્ત ચંદનના લકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે છૂપાવી રાખવામાં આવેલ છે,
જે માહિતી આધારે એ.ટી.એસ. ગુજરાતના પોલીસ ઈન્સ્પેક્ટર વાય. એમ ગોહિલ તથા સુરત શહેર SOG તથા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની સંયુક્ત ટીમે કુંભારીયા ગામ, પૂણા, સુરત ખાતે બાતમી હકીકતવાળા ઘરમાં રેડ કરી ૫૭૦ કિલોગ્રામ જેટલા આશરે કિં રૂ. ૨૫,૦૦,૦૦૦/-ની કિંમતનો વગર પાસ પરમીટવાળો રક્ત ચંદનના લકડાનો જથ્થો રીકવર કરી વિનોદભાઈ સોમાભાઈ પટેલ સહિત અન્ય બે ઈસમો નામે ધીરૂભાઈ ઉર્ફે ગોલ્ડન, s/o ભોળાભાઈ ઝાંઝાળા તથા વિજયભાઈ ગોવિંદભાઈ બોળીયાને પકડી પાડી કયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

એ.ટી.એસ. ગુજરાત તથા સુરત શહેર SOG તથા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની સંયુક્ત ટીમે કરેલ રેડ દરમ્યાન નીચે મુજબના ત્રણ ઈસમો પાસેથી વગર પાસ પરમીટના ૨૩ રક્ત ચંદનના લાકડા મળી આવેલ. જે ત્રણેય ઈસમોને અટક કરી ફોરેસ્ટ ડીપર્ટમેન્ટને ફોરેસ્ટ લો હેઠળ કાયદેસરની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે. રીકવર કરેલ રક્ત ચંદનના લાકડાના જથ્થા જંગલ વિસ્તારમાંથી કપાયા છે કે નહીં એ બાબતે સાયન્ટીફીક એનાલીસીસ સારૂ મોકલી આપી ફોરેસ્ટ ડોપર્ટમેન્ટ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
- વિનોદભાઈ સોમાભાઈ પટેલ, ઉં વ. ૪૯, રહે. ઘર નં ૪૩, ટેકરા ફળીયું, કુંભારીયા ગામ, પૂણા, સુરત
- ધીરૂભાઈ ઉર્ફે ગોલ્ડન, s/o ભોળાભાઈ ઝાંઝાળા, ઉં વ. ૪૧, રહે. ઘરા નં ૪૦૪, વિવેકાનંદ સોસાયટી, હાથુભાઈ નારણભાઈ આહીરના મકાનમાં ભાડેથી, અર્ચના સ્કૂલ પાસે, પૂણા, સુરત મૂળ વતન: ગામ ઝાંઝરડા, તાલુકો: રાજુલા, જીલ્લો: અમરેલી
- વિજયભાઈ ગોવિંદભાઈ બોળીયા, ઉં વ. ૩૦, રહે. ઘર નં ૬૫, રાધિકા સોસાયટી,વિભાગ ૨, ભાડાના મકાનમાં, નનસાડ ગામ, તાલુકો: કામરેજ, જીલ્લો: સુરત મૂળ વતન: ગામ જામ બરવાળા, તાલુકો: બાબરા, જીલ્લો: અમરેલી

