Sanitary pads

Sanitary pads free distribution: જામનગર શહેર માં દસ હજાર સેનિટેરી પેડની વિનામુલ્યે વિતરણ કરાશે.

Sanitary pads free distribution: લાયન્સ ક્લબ વેસ્ટ અને ભારત તીબ્બત સંઘ મહિલા વિભાગ દ્વારા શહેર માં દસ હજાર સેનિટેરી પેડની વિનામુલ્યે વિતરણ કરાશે.

  • જરૂરિયાતમંદ યુવતીઓને સંસ્થા દ્વારા આપવામાં આવશે પેડ

જામનગર, 23 ફેબ્રુઆરી: લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના ડિસ્ટ્રીકટ 3232જે દ્વારા સમગ્ર ડિસ્ટ્રીકટ માં વિનામુલ્યે સેનેટરી પેડ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જામનગર ની લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટ અને ભારત તીબ્બત સંઘ મહિલા વિભાગ દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારો માં જરૂરિયાતમંદ યુવતીઓને દસ હજાર સેનિટરી પેડ વિનામુલ્યે વિતરણ કરવામાં આવનાર છે

Jamnagar lions club Sanitary pads free distribution

જામનગર માં આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ડિસ્ટ્રીકટ 3232જે ના ડિસ્ટ્રીકટ ગવર્નર વસંતભાઇ દ્વારા આ પેડ લાયન્સ ક્લબ વેસ્ટ ના પ્રમુખ સંજયભાઈ ખંઢેલવાલ, ભારત તીબ્બત સંઘ ના જિલ્લા મહિલા અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ, એચ & ડી કમિટી ના રાજુભાઇ ભાનુશાળી તેમજ શામળશાભાઈ ઉદાણી, ધર્મેન્દ્રભાઈ મહેતા, પ્રદીપભાઈ શાહ, કેતનભાઈ શાહ, જગતભાઇ રાવલ, વિમલશા ઉદાણી, ભારત તીબ્બત સંઘ ના પાયલબેન શર્મા, રીટાબેન ઝીંઝુવાડિયા, દિશિતાબેન પંડ્યા વિગેરે ને વિતરણ માટે આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોRajkot division divert train list: રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Gujarati banner 01