Gujarat Budget Session: લવજેદાહનું બિલ પસાર કરવાની શક્યતા, 3 માર્ચે નીતિન પટેલ રજૂ કરશે ગુજરાતનું અંદાજપત્ર

ગાંધીનગર, 01 માર્ચઃ આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર(Gujarat Budget Session)નો પ્રારંભ થઇ રહ્યો છે. આ સત્રમાં ભાજપ સરકાર યુપી સરકારની જેમ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરી શકે છે. આ ઉપરાંત 3જી માર્ચે નાણાંમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. જોકે, કોરોના ફરી વકર્યો છે ત્યારે વિધાનસભામાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકાયો છે.
આ ઉપરાંત કોરોનાને લીધે ગુજરાત વિધાનસભામાં પણ ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે શોક ઠરાવ રજૂ કરી પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલ અને સ્વ.માધવસિંહ સોલંકીને ગૃહમાં શ્રધૃધાજંલિ અર્પવામાં આવશે. આ ઉપરાંત રાજ્યપાલ આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા કરાશે.
તેથી જ પાલિકા અને પંચાયતોની ચૂંટણી પરિણામ તા.2જી માર્ચે જાહેર કરાશે. આ જોતાં તા.3જીએ નાયબ મુખ્યમંત્રી-નાણાંમંત્રી નીતિન પટેલ તા.3જીએ બજેટ રજૂ કરશે. નિતિન પટેલ 9મી વાર વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. 24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. આ બજેટમાં ભાજપ સરકાર યુપીની જેમ ગુજરાતમાં ય લવ જેહાદનુ બિલ પસાર કરી શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો ભાજપને ફળ્યો છે ત્યારે લવ જેહાદનો કાયદો પસાર કરી ભાજપ મતદારોને રિઝવવા માંગે છે.
નોંધનીય છે કે, મહાનગરપાલિકા-પંચાયતોની ચૂંટણી બાદ ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના કેસો વધ્યા છે તે જોતાં વિધાનસભામાં મંત્રી,ધારાસભ્યો અને અિધકારીઓને કોરોના ટેસ્ટ કર્યા બાદ પ્રવેશ મળશે. એટલું જ નહીં, વિધાનસભામાં ય સોશિયલ ડિસટન્સ સાથે બેઠક વ્યવસૃથા ગોઠવવામાં આવી છે. કેટલાંક ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવુ પડશે. અગાઉ પ્રેક્ષક ગેલેરીમાં બેસતા ઉઠતા ફાવતુ ન હોવાની ફરિયાદો ધારાસભ્યોએ જ કરી હતી જેથી આ વખતે ગૃહ જેવી જ વ્યવસૃથા પ્રેક્ષક ગેલેરીમાં ગોઠવાઇ છે.ધારાસભ્યો સારી રીતે ઉઠી-બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.
આ પણ વાંચો…