Screenshot 20200506 164837 01 1

વડાપ્રધાન બાદ ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) પણ લેશે કોરોના વેક્સીન, નિવાસ સ્થાને જશે ખાનગી હોસ્પિટલની ટીમ

Amit shah

નવી દિલ્હી, 01 માર્ચઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah)પણ કોરોના વાયરસની રસી લગાવશે. ખાનગી હોસ્પિટલની તબીબી ટીમ આજે બપોરે તેમના નિવાસસ્થાનની મુલાકાત લેશે, જ્યાં અમિત શાહને રસી આપવામાં આવશે.

આ પહેલા પીએમ મોદી આજે એઈમ્સ પહોંચ્યા હતા અને કોવેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો પીએમ મોદી 28 દિવસ પછી બીજો ડોઝ લેશે. ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) 56 વર્ષના છે. આ સાથે જ પીએમ મોદીની ઉંમર 70 વર્ષ છે. આજથી કોરોના વાયરસ રસીકરણનો બીજો તબક્કો પ્રારંભ થયો છે. આ તબક્કામાં, 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ રોગથી પીડિતના લોકોને રસી આપવામાં આવશે. અમિત શાહ બીજી કેટેગરીમાં આવે છે.

Whatsapp Join Banner Guj

વેક્સિન લગાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યુ કે, ”કોરોના વાયરસ વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબુતી આપવામાં જે ઝડપથી આપણા ડૉકટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યુ છે તે નોંધપાત્ર છે. જે લોકો વેક્સિન લેવા યોગ્ય છે, હું તે તમામને વેક્સિન લગાવાની અપીલ કરુ છુ. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ. ”

ઉલ્લેખનીય છે કે, જણાવી દઈએ કે, કોરોના રસીકરણનુ પહેલુ ચરણ શરૂ થવા પહેલા કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટિયોએ PM મોદી પર વેક્સિન ન લગાવાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. વિપક્ષનનું કહેવુ હતુ કે, PM મોદી અને તેના મંત્રી કોરોના વેક્સિન નથી લગાવી રહ્યા. જયારે મોટાભાગના દેશોના પ્રમુખોએ જનતાને ભરોસો અપાવવા સૌથી પહેલા ખુદે વેક્સિન લગાવી હતી. હવે આજે પહેલી વેક્સિન પીએમ મોદી લીધી ત્યાર બાદ વિપક્ષની બોલતી બંધ કરી દીધી છે.

આ પણ વાંચો…

COVID 19 Vaccine : આજથી સિનિયર સિટીજન માટે વેક્સિનની પ્રક્રિયા શરુ, વડાપ્રધાન મોદીએ લીધી પહેલી રસી- જાણો કોણ છે પીએમને રસી આપનાર….