sun heat

Gujarat Heatwave: ગુજરાતના 11 જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહેવાની આગાહી

Gujarat Heatwave: દરિયાકાંઠા વિસ્તારમાં ઉકળાટ અને ભયંકર બફારો રહેશે તેવી આગાહી કરવામાં આવી

whatsapp banner

અમદાવાદ, 20 મેઃ Gujarat Heatwave: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતભરમાં ભીષણ ગરમીથી રાહત નહીં મળે. રાજ્યના 11 જિલ્લામાં હીટવેવનું અનુમાન લગાવામાં આવ્યુ છે. કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છથી લઈ ઉત્તર ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:- Swaminarayan Mandir Pethapur: સ્વામિનારાયણ મંદિર પેથાપુર ખાતે આગામી ૨૧ મે થી ૨૫ મે દરમિયાન દ્વિ દશાબ્દી મહોત્સવ યોજાશે

દરિયાકાંઠા વિસ્તારમાં ઉકળાટ અને ભયંકર બફારો રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.બીજી તરફ વડોદરામાં અત્યાર સુધી 500થી વધુ લોકોને હીટવેવની અસર જોવા મળી છે. હીટવેવના પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે. જો કે સતત 108 એમ્બ્યુલન્સને કોલ મળી રહ્યાં છે.

buyer ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો