health chekup

Health check up camp: અંબાજી ખાતે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં નિઃશુલ્ક સારવાર સાથે વિવિધ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

Health check up camp: બે હોમીઓ પેથીક અને ત્રણ આયુર્વેદિક કુલ 5 માં નિષ્ણાત તબીબો ની ટીમે આ કેમ્પ માં જરૂરિયાતમંદ દર્દીઓ ના નિદાન સાથે નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી

અહેવાલઃ ક્રિશ્ના ગુપ્તા

અંબાજી, 30 ઓક્ટોબરઃ Health check up camp: સમગ્ર રાજ્ય માં હાલ ફ્રીડમ સેલિબ્રેશન ઓફ 75 અંર્તગત આઝાદી કે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં પ્રજાલક્ષી વિવિધ યોજના અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જેને લઈ 29 ઓક્ટોબરના રોજ શક્તિપીઠ અંબાજી ખાતે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર માં નિઃશુલ્ક સારવાર સાથે વિવિધ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

જોકે અંબાજી માં આ વખતે સૌપ્રથમ વખત આયુર્વેદિક અને હોમીઓ પેથીક ઉપચાર કેમ્પ યોજાયો હતો જેમાં બે હોમીઓ પેથીક અને ત્રણ આયુર્વેદિક કુલ 5 માં નિષ્ણાત તબીબો ની ટીમે આ કેમ્પ માં જરૂરિયાતમંદ દર્દીઓ ના નિદાન સાથે નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી તેમાં પણ આયુર્વેદિક અને હોમીઓપેથીક દવાનુ જ વિતરણ કરાયું હતું.

ambaji health chekup

અંબાજી ખાતે યોજાયેલા આ પ્રકાર ના પ્રથમ આયુર્વેદિક અને નિદાનસહ સારવાર કેમ્પ માં રોગો નું જડમુળ થી જ ઉપચાર થાય તેવા પ્રયાસ કરાયા હતા જેમાં મોટી સંખ્યા માં લાભાર્થીઓએ લાભ લીધો હતો તેમજ તબીબો ના મતે એલોપેથિક દવાઓ તાત્કાલિક અસર કરે છે જયારે આયુર્વેદિક થોડા સમય માં અસર ચોક્કસ કરે છે પણ રોગ નું જડમુળ થી જ નિકાલ કરે છે તેમ ડો.શૈલેશ ચૌધરી (આયુર્વેદ નિષ્ણાત ,મેડિકલ ઓફિસર)સનાલી ,દાંતાનાઓ એ જમાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ old man suicide: મણિનગર દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબિજ નીચે, અજાણ્યા વૃધ્ધ એ મોડી સાંજે ઓવરબિજ પરથી કુદકો મારી મોતને વ્હાલુ કર્યુ

Whatsapp Join Banner Guj