ST technical employees

Grade pay demand of S.T. Mechanics: ડ્રાઈવર કંડેક્ટરોના પ્રશ્નોના ઉકેલ બાદ એસ.ટી.ના મેકેનિકલ કક્ષાના કર્મચારીઓ આંદોલન કરે તેવી શક્યતા

Grade pay demand of S.T. Mechanics: હાલ તબક્કે ડ્રાઈવર કંડેક્ટરોની લડાઈ માં જોડાયેલા વર્કર્સ ફેડરેશન, કર્મચારી મંડળ ,તેમજ ભારતીય મજદૂર સંઘ ની સંકલન સમિતિ ને એક પાત્ર પાઠવી એસટી ના મેકેનિકલ કર્મચારીઓ ને સાથે રાખી તેમને પણ ગ્રેડ પે નો લાભ મળે તેવી માંગ કરી

અહેવાલઃ ક્રિશ્ના ગુપ્તા

અંબાજી, 30 ઓક્ટોબરઃGrade pay demand of S.T. Mechanics: તાજેતરમાં ગુજરાત એસટી નિગમ ના કર્મચારીઓ એ સરકાર પાસે સાત માં પગારપંચ સાથે ડ્રાઈવરો ના ગ્રેડ પે મામલે આંદોલન થવાના એંધાણ વચ્ચે તેમજ એસટી બસ ના પૈડાં થંભાવી દેવાની ચીમકી ને લઈ રાજ્ય સરકાર એસટી ડ્રાઈવર કંડેક્ટરો ના પ્રશ્નો મામલે સુખદ સમાધાન લાવી ગ્રેડ પે માં વધારો કરી આપ્યો છે જેને લઈ ડ્રાઈવર કંડેક્ટરો નું આંદોલન સમાપ્ત થયું છે પણ આ ગ્રેડ પે માં એસટી નિગમ ના મેકેનિકલ સ્ટાફ નો કે જેઓ પોતે પણ એસટી ના કર્મચારીઓ હોવા છતાં તેમના સાથે ભારોભાર અન્યાય કરાયો હોય અને સાથે જાણે એસટી કર્મચારીઓ માં બે ભાગલા પાડવાના પ્રયાસ કરાયા હોય તેવી શંકા સાથે આવનારા સમય માં ગ્રેડ પે ની માંગણી સાથે એસ ટી મેકેનિકલ કર્મચારીઓ પણ આંદોલન(Grade pay demand of S.T. Mechanics) કરે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Health check up camp: અંબાજી ખાતે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં નિઃશુલ્ક સારવાર સાથે વિવિધ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

જોકે હાલ તબક્કે ડ્રાઈવર કંડેક્ટરોની લડાઈ માં જોડાયેલા વર્કર્સ ફેડરેશન, કર્મચારી મંડળ ,તેમજ ભારતીય મજદૂર સંઘ ની સંકલન સમિતિ ને એક પાત્ર પાઠવી એસટી ના મેકેનિકલ કર્મચારીઓ ને સાથે રાખી તેમને પણ ગ્રેડ પે નો લાભ મળે તેવી માંગ કરી છે, એટલુંજ નહીં જો તેમને ગ્રેડ પે નો લાભ નહીં મળે તો મેકેનિકલ કર્મચારીઓ માન્ય ત્રણે યુનિયન નો બહિષ્કાર કરવાની સાથે પોતાનું અલાયદું આંદોલન(Grade pay demand of S.T. Mechanics) છેડવાની ચીમકી ઉચ્ચારી છે.

જેમાં ખાસ કરીને હેડ મેકેનિકલ ના રૂપિયા 2400 માં થી 2800 કરવા આર્ટ-એ ના 2000 માંથી 2400 કરવા આર્ટ-બી માં રૂપિયા 1900 માંથી 2000 કરવા આર્ટ-સી રૂપિયા 1400 માંથી 1800 કરવા તેમજ હેલ્પર ના રૂપિયા 1300 માંથી 1650 કરવા માંગ કરી છે ને સાથે જે રીતે ફેક્ટરી એક્ટ મુજબ મેકેનિકલ કર્મચારીઓ ને જે સુવિધા ને સલામતી મેળવી જોઈએ તેનો પણ લાભ આપવા માંગ કરી છે.

Whatsapp Join Banner Guj