Historic victory of Arjun Modhwadia

Historic victory of Arjun Modhwadia: પોરબંદર વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની ઐતિહાસિક જીત

Historic victory of Arjun Modhwadia: ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને કુલ 1,33,163 (કુલ મતના 86%) મત પ્રાપ્ત થયા, કોંગ્રેસના ઉમેવાર રાજુ ભાઈ ઓડેદરાને કુલ 16,355 મત મળ્યા

પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતગણતરી દરમિયાન તમામ 18 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારો અર્જુન મોઢવાડિયા અને ડૉ. મનસુખભાઈ માંડવીયાને સરસાઈ મળી

google news png

પોરબંદર, 04 જૂન: Historic victory of Arjun Modhwadia: પોરબંદર વિધાનસભાની પેટા ચુંટણીમાં આ વખતે 1,16,808 મતની ઐતિહાસિક સરસાઈ સાથે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની રેકોર્ડબ્રેક જીત થઈ છે. 83 પોરબંદર વિધાનસભાની આ પેટા ચુંટણીમાં કુલ 1,54,909 લોકોએ (58%) મતદાન થયુ હતું. જેની આજે હાથધરવામાં આવેલ મતગણતરીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને કુલ 1,33,163 મત પ્રાપ્ત થયા છે, જેની સામે કોંગ્રેસના ઉમેવાર રાજુ ઓડેદરાને કુલ 16,355 મત પ્રાપ્ત થયા છે।

જ્યારે અપક્ષ ઉમેદવાર જીવણ જુંગીને 1089 મત, અશ્વિન મોતીવરસને 477 મત, દિલાવર જોખીયાને 386 મત પ્રાપ્ત થયા છે. વીરો કે વીર ઈન્ડિયન પાર્ટીના ઉમેદવાર રસીક મંગેરાને 806 મત મળ્યા છે અને 2633 મત નોટોમાં ગયા છે. ટકાવારીમાં જોઈએ તો થયેલ મતદાનમાંથી 86% મત ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને મળ્યા છે. જે માત્ર પોરબંદરમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈ એક ઉમેદવારની તરફેણમાં પડેલ મતની ટકાવારીનો રેકોર્ડ છે.

ખાસ વાત એ છે કે પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતગણતરી દરમિયાન તમામ 18 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારો અર્જુન મોઢવાડિયા અને ડૉ. મનસુખ માંડવીયાને સરસાઈ મળી હતી. તેમાં પણ માત્ર ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારોને ચાર આંકડાના મત મળ્યા હતા. આ પણ પોતાની જાતે એક નવો રેકોર્ડ છે.

83 પોરબંદર વિધાનસભાની પેટા ચુંટણીનું પરિણામ:-

ઉમેદવારપાર્ટીમળેલ મતમળેલ મતની ટકાવારી
અર્જુનભાઈ મોઢવાડિયાભાજપ13316385.97%
રાજુ ઓડેદરાકોંગ્રેસ1635510.55%
જીવણ જુંગીઅપક્ષ10890.70%
અશ્વિન મોતીવરસઅપક્ષ4770.30%
દિલાવર જોખીયાઅપક્ષ3860.24%
રસીક મંગેરાVVIP8060.52%
નોટો26331.68%

83-પોરબંદર વિધાનસભાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને મળેલી ઐતિહાસીક સરસાઈએ 83-પોરબંદર વિધાનસભાના બેઠકના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી સરસાઈ છે. આ પહેલા સૌથી મોટી સરસાઈ 23,640 મતની હતી. જ્યારે આ વખતે અર્જુન મોઢવાડિયાએ 1,16,808 મતની સરસાઈ એટલે કે તે સરસાઈ કરતા લગભગ પાંચ ગણી સરસાઈ સાથે નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. પોરબંદર વિધાનસભા બેઠક ઉપર પ્રથમ વખત વર્ષ 1962 માં વિધાનસભાની ચુંટણી થઈ હતી.

જેમાં કોંગ્રેસના ઉમેદવાર પોપટલાલ કક્કડનો 2782 મતની સરસાઈથી વિજય થયો હતો. ત્યારથી લઈને વર્ષ 2022 સુધી પોરબંદરમાં કુલ 14 વિધાનસભાની ચુંટણી થઈ છે. જેમાં ઉમેદવારોને મળેલ સરસાઈનો કુલ સરવાળો 1,09,997 થાય છે, જ્યારે આ એક જ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ 1,16,808 મતે વિજય મેળવીને પોરબંદર વિધાનસભાની બેઠક ઉપર એક નવો જ વિક્રમ સ્થાપિત કર્યો છે.

ચુંટણી વર્ષવિજેતા ઉમેદવારપાર્ટીલીડ
1962પોપટલાલ કક્કડકોંગ્રેસ2782
1967પી.ડી. કક્કડકોંગ્રેસ823
1972 માલદેવજી ઓડેદરાકોંગ્રેસ11894
1975વાસણજી ઠક્કરબીજેએસ4120
1980શશીકાંત લાખાણીકોંગ્રેસ6617
1985લક્ષ્મણભાઈ આંગઠકોંગ્રેસ22701
1990શશીકાંત લાખાણીજેડી977
1995બાબુભાઈ બોખીરીયાભાજપ12391
1998બાબુભાઈ બોખીરીયાભાજપ23640
2002અર્જુનભાઈ મોઢવાડિયાકોંગ્રેસ4400
2007અર્જુનભાઈ મોઢવાડિયાકોંગ્રેસ9616
2012બાબુભાઈ બોખીરીયાભાજપ17146
2017બાબુભાઈ બોખીરીયાભાજપ1855
2022અર્જુનભાઈ મોઢવાડિયાકોંગ્રેસ8181
2024અર્જુનભાઈ મોઢવાડિયાભાજપ116808  

આ ઐતિહાસિક જીત બાદ કાર્યકર્તાઓને સંબોધતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ ચુંટણી શરૂ થઈ તે પહેલા જ આપણે પોરબંદર લોકસભા તેમજ વિધાનસભાની ચુંટણીમાં ઐતિહાસિક સરસાઈ સાથે જીતવાનો સંકલ્પ કર્યો હતો. જેને પોરબંદરની જનતાએ સાર્થક કરી છે. અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે મારા એકલાની શક્તિ નથી કે 1,16,80 મતની સરસાઈ લઈ આવું. પરંતુ આ જીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને સૌથી વિશેષ પોરબંદરની જનતાના કારણે શક્ય બની છે. પોરબંદરના તમામ લોકોએ કોઈ જાતિ, ધર્મના ભેદભાવોમાં ફસાયા વગર એક પરિવાર બનીને મતદાન કર્યુ છે અને મને તેમજ ડૉ. મનસુખભાઈ માંડવિયાને જંગી બહુમતીથી જીતાડ્યા છે.

અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે આ ચુંટણી પોરબંદરને નવી ઓળખ અપાવવાની, પોરબંદરને વિકાસ માટે મોદી ટચ મળે તે માટેની ચુંટણી હતી. જેને સફળ બનાવવામાં આપણે ખરા ઉતર્યા છીએ. જે માટે હું પોરબંદર વિધાનસભા સાથે સમગ્ર જિલ્લાની જનતાનો આભાર માનું છું. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે હું અને ડૉ. મનસુખ માંડવિયા બન્ને પોરબંદરની જનતાએ અમારા ઉપર મુકેલ આ વિશ્વાસને સાર્થક કરવાનો પ્રયત્ન કરીશું. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આપણો પોરબંદર વિસ્તાર ખેતી, નાના હુન્નરમન વેપાર-ધંધા અને માછીમારી સાથે સંકળાયેલ વિસ્તાર છે. જેમાં દરેક વ્યક્તિના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લઈ આવવાનું છે. જેની શરૂઆત આ ચુંટણીથી થઈ છે.

આપણને કર્મઠ સાંસદ સભ્ય મળ્યા છે. પોરબંદરને અત્યાર સુધી જે સાંસદ સભ્યો મળ્યા તેમણે પોરબંદરને પરિવાર માની લોકહિતના કામ કર્યા છે, પરંતુ પ્રથમ વખત પોરબંદરને કેબિનેટ મંત્રી કક્ષાના સાંસદ સભ્ય મળ્યા છે. એટલે આગામી દશકો પોરબંદરનો હશે તે નક્કી છે. આ કોઈ ઉમેવાર કે પાર્ટીની નહીં તમામ કાર્યકર્તાઓની મહેનત અને જનતાના વિશ્વાસની જીત છે. આ માટે હું તમામ કાર્યકર્તાઓ અને પોરબંદરની જનતાનો આભારી છું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *