Lokshahino Harsh: દુનિયા થઈ દંગ જોઈને લોકશાહી પર્વનો રંગ…
લોકશાહીનો ‘હર્ષ’(Lokshahino Harsh)

Lokshahino Harsh: લોકશાહીની શ્રધ્ધાનો આ છે મોટો મોટો પોકાર,
આપણે સૌએ સાથે મળીને કરી દીધો સાકાર.
શાણા મતદારોએ આ વખતે કેવું બટન દાબ્યું,
માંધાતા માનતા કેટલા બધા કરે છે હાહાકાર.
ગઈ કાલ સુધીનું સઘળું ચાલોને ભૂલી જઈએ,
એકબીજાને સતત આપતા રહેવાનો છે સહકાર.
સતત નામ કરવાનું છે ભારતે એકેએક ક્ષેત્રમાં,
કામ, કામ ને કામ જ હવે મંત્ર સમ એક રણકાર.
સાચા ભારતીય આપણે, કરીએ કર્મની ભક્તિ;
આ એક જ માર્ગ જે પાર કરાવશે સર્વ પડકાર.
વિકાસ અને વિજયનો માર્ગને કંડારવા માટે, ભારતીયોએ કરવાની છે એકબીજાની દરકાર.
સમજવાની છે હવે વિવિધતામાં રહેલી એકતા,
સમગ્ર વિશ્વમાં ભારતનો જ થવાનો જયજયકાર.
સાચી ‘પરખ’ હવે થઈ, ચિત્ર બન્યું કેવું જીવંત!
ભારતમાં બની ફરી એકવાર લોકોની જ સરકાર.
દુનિયા થઈ દંગ જોઈને લોકશાહી પર્વનો રંગ,
આ જ છે ભારતીય લોકશાહીના ‘હર્ષ’નો આકાર.
