CM bhupendra Patel

Important decision of Chief Minister: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને લઈને લીધો મહત્વનો નિર્ણય

Important decision of Chief Minister: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

google news png

ગાંધીનગર, 24 ઓગસ્ટ: Important decision of Chief Minister: ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો:- Randhan Chhath 2024: રાંધણ છઠ અને સાતમના આપણી સંસ્કૃતિમાં કેટલા મહત્વ છે; જાણીએ આ લેખમાં..

  • મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ૪.૫ એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે.
  • બિન અધિકૃત રહેણાંક માટે ૨૦૦૦ ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે ૧૦૦૦ ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે,
  • અગાઉ ખુટતા પાર્કીંગના ૫૦% જે તે પ્લોટમાં અથવા તો ૫૦૦ મીટરની હદમાં પાર્કીંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના ૫૦ % ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે.
Rakhi Sale 2024 ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *