Bhupendra patel

Independence day:ખેડાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની થઇ ઉજવણી, કરી મોટી જાહેરાત

ધરતીનું ગ્રીન કવર વધારવા એક પેડ માઁ કે નામ અભિયાનમાં ગુજરાત સવા સાત કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજા ક્રમે રહ્યું છે.

google news png

ખેડા, 15 ઓગષ્ટઃ Independence day: ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદ ખાતે કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમાં સંબોધન કરતા જણાવ્યુ કે પર્યાવરણની જાળવણી અને ધરતીનું ગ્રીન કવર વધારવા એક પેડ માઁ કે નામ અભિયાનમાં ગુજરાત સવા સાત કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજા ક્રમે રહ્યું છે.

આ પણ વાંચો:- Prime Minister’s address from the Red Fort: પ્રધાનમંત્રી મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને મોટાપાયે પ્રોત્સાહનો મળે તે માટે વડાપ્રધાનનો મંત્ર સાકાર કર્યો છે. જેના પગલે 42 લાખ ખેડૂતોને તાલીમ લીધી છે. તેમાંથી નવ લાખ ખેડૂતો પોતાની જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સિંચાઇ ક્ષેત્રે વ્યવસ્થાપન ઉત્તમ પોષણ પૂરું પાડીને ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે.

Rakhi Sale 2024 ads

લગભગ 15 લાખ ખેડૂતોએ માઈક્રો ઈરીગેશન પદ્ધતિ અપનાવીને 23.4 લાખ હેક્ટર વિસ્તારને તેમાં આવરી લીધી છે. પીવાના અને સિંચાઇના પાણી માટે સુજલામ સુફલામ યોજના દિશાદર્શક બની છે. આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમા તબક્કામાં આપણી જળસંગ્રહ શક્તિ ની ક્ષમતામાં લાખો ઘનફૂટ વધારો થયો છે.

હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં જે વધારાનું પાણી આવ્યું છે. તેમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયો તળાવો ભરી ને આપણે યોગ્ય જળ વ્યવસ્થાપન કરવાના છે. રાજ્ય સરકારે જળ સુરક્ષાની સાથે સાથે આરોગ્યની સુરક્ષાની કાળજી લીધી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો