Kankaria carnival

Kankaria carnival: બે વર્ષ બાદ અમદાવાદમાં યોજાશે ભવ્ય કાંકરિયા કાર્નિવલ…

Kankaria carnival: કોરોના મહામારીના 2 વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે

અમદાવાદ, 16 ડિસેમ્બર: Kankaria carnival: દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના 2 વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે. 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થશે.

વર્ષ 2008થી અમદાવાદદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારી દરમિયાન બે વર્ષ કાર્નિવલ બંધ રાખવામાં આવ્યો હતો. દર વખતની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ધઘાટન કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે. કોરોના કાળના 2 વર્ષ બાદ શહેરીજનોના ખાસ બન્ને કાર્યક્ર્મ અત્યંત ધામધૂમથી ઉજવાશે. જ્યારે ફલાવર શો આગામી 31 ડિસેમ્બરથી શરૂ કરવાનું આયોજન છે. ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીનો સમય મેળવવાનો તંત્રનો પ્રયાસ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: Elderly couple died after being hit by a train: રેલગાડીની અડફેટે આવી જતા વૃધ્ધ દંપતીનું મોત નીપજીયું…

Gujarati banner 01