Mamlatdars were caught taking bribes: દિયોદર મામલતદાર કચેરીના પૂરવઠા નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા
Mamlatdars were caught taking bribes: સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસેથી લાંચ લેવા જતાં બનાસકાંઠા એસીબીએ ઝડપી લીધા છે.
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૮ નવેમ્બર: Mamlatdars were caught taking bribes: દિયોદર તાલુકા મહેસુલી આલમમાં આજે સૌથી મોટો ખળભળાટ મચી ગયો છે. બે દિવસ પહેલાં જ લાખોની રકમનો શંકાસ્પંદ અનાજનો જથ્થો તપાસવા ગયેલા અધિકારી ખુદ આરોપી બની ગયા છે.
દિયોદર મામલતદાર કચેરીના પૂરવઠા નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા છે. સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસેથી લાંચ લેવા જતાં બનાસકાંઠા એસીબીએ ઝડપી લીધા છે. દુકાનનો હિસાબ કિતાબ યોગ્ય હોવાનો રિપાર્ટ કરવા સામે નાયબ મામલતદારે લાંચ માગી હતી.
જોકે સંચાલક લાંચ આપવા ઇચ્છુક ના હોવાથી એસીપીને રજૂઆત કરતાં કચેરીમાં જ આજે સફળ ટ્રેપ થઇ હોવાનું સામે આવ્યું છે.

