Jamnagar gram yatra

Jamnagar amtanirbhar gram yatra: જામનગરના અલિયાગામેથી આર.સી. મકવાણાના હસ્તે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ

Jamnagar amtanirbhar gram yatra: યાત્રા દ્વારા ગ્રામીણ વિસ્તારો વિકાસના પથ પર આગળ વધી આત્મનિર્ભર ગ્રામ- ગોકુળ ગામની પરિકલ્પના સાકાર કરશે: મંત્રી આર. સી. મકવાણા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૮ નવેમ્બર:
Jamnagar amtanirbhar gram yatra: આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે રાષ્ટ્રના વિકાસમાં ગ્રામીણ વિસ્તારોનું પણ યોગદાન વધે, ગ્રામ વિસ્તારોના લોકોને ઘરઆંગણે સરકારી અનેક સેવાઓનો લાભ મળી રહે અને ખરા અર્થમાં ગ્રામીણ વિસ્તારો આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો રાજયવ્યાપી શુભારંભ આજે કરવામાં આવ્યો હતો. જામનગર ખાતે સામાજીક અને ન્યાય અધિકારીતા રાજ્ય કક્ષાના મંત્રી આર. સી. મકવાણાના હસ્તે અલિયા ખાતેથી જિલ્લાકક્ષાની આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આત્મનિર્ભરતાના માર્ગ પર ગ્રામવાસીઓને લઇ જવાના પ્રયાસરૂપી યાત્રાના શુભારંભ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ૩૦ વર્ષ પહેલા કોઈ એક ગામમાં એક વિકાસ કાર્ય માંડ માંડ થતું અન્યને લોકમુખે વિકાસની વાતો માત્ર સાંભળવા જ મળતી. જ્યારે આજે દરેક ગામમાં વિકાસના અનેક કાર્યો એકસાથે ચાલી રહ્યા હોય છે. આ માટે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થી લઈને વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધીના મંત્રીઓએ “વિકાસમંત્ર”ને ધ્યાને લઇ સતત કાર્ય કર્યું છે.

Jamnagar amtanirbhar gram yatra

Jamnagar amtanirbhar gram yatra: મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર અને રાજ્યમાં પારદર્શક વહીવટ થકી ખરા અર્થમાં જનતાના રૂપિયા જનતા સુધી પહોંચાડ્યા છે, વિકાસની યાત્રાના ફળો ગ્રામ વિસ્તારોના છેવાડાના માનવીને પણ મળે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રામીણ વિસ્તારો શહેરો જેવા બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ સાથે સતત આંતરમાળખાકીય અને અન્ય આવશ્યક બાબતોને લક્ષમાં લઇ વિકાસ કરી રહી છે. કેશુભાઈ પટેલની ગોકુળ ગ્રામની પરિકલ્પના આજે આત્મનિર્ભર ગ્રામની નેમ સાથે આગળ વધી રહી છે. આત્મનિર્ભર યાત્રા દ્વારા ગ્રામીણ વિસ્તારો વિકાસના પથ પર આગળ વધી “આત્મનિર્ભર ગ્રામ-ગોકુળ ગ્રામ”ની કલ્પનાને સાકાર કરશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ તકે મંત્રીના હસ્તે મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ વગેરે યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ/સહાય અર્પણ કરાઇ હતી, સાથે જ ૪,૧૭૪ લાખના ૮૭૦ કામોના ખાતમુહૂર્ત અને ૭૩૮ લાખના ૨૯૨ કામોના લોકાર્પણના તકતી અનાવરણ કરવામાં આવ્યા હતા. મહાનુભાવો દ્વારા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના બન્ને રથોને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યાત્રામાં બે રથ દ્વારા બે રૂટ થકી ૧૮-૧૯-૨૦ નવેમ્બર દરમ્યાનમાં જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોને તેમજ આસપાસના ગામોને આવરી લેવાશે.

આ પણ વાંચો…Mamlatdars were caught taking bribes: દિયોદર મામલતદાર કચેરીના પૂરવઠા નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા

આ પ્રસંગે ચેરમેન કારોબારી જિલ્લા પંચાયત જામનગર ભરતભાઈ બોરસદીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ વિકાસની વિભાવનાની વધુ વિસ્તૃત માહિતી આપી હતી અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ છેવાડાના માનવીને મળી રહે તે માટે સર્વે લોકો આ યાત્રાનો લાભ લે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજેન્દ્ર રાયજાદા દ્વારા સ્વાગત પ્રવચન થકી સર્વેનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા, પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય, કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પ્રાંત અધિકારી ગ્રામ્ય અક્ષય બુડાનિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj