Mansarover jal puja: અંબાજી માં પવિત્ર માનસરોવરમાં વાજતે ગાજતે આવી પવીત્ર જળ ની પુજનવિધિ કરવામાં આવી
Mansarover jal puja: ખેડુત અને અન્ય લોકો ને સારો વરસાદ મળે તે માટે પણ આ પુજનવીધી માં પ્રાર્થના કરવામાં આવે છે
- Mansarover jal puja: વર્ષાઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે
- નવા વર્ષમાં વરસેલાં પાણી ના વધામણાં કરવામાં આવે છે
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 01 જુલાઈ: Mansarover jal puja: આજે અષાઢી બીજ ને વર્ષાઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે. અને આ નવા વર્ષમાં વરસેલાં પાણી ના વધામણાં કરવામાં આવે છે. જેને લઇ આજે અંબાજી મંદિર ટ્રસ્ટતથા માતાજીનીગાદી ના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં વાજતે ગાજતે આવી ને પવીત્ર જળ ની પુજનવિધિ કરવામાં આવી હતી.

Mansarover jal puja: નવાઇની વાત તો એ છે કે આ માનસરોવરમાં પાણી ની પુજન વીધી માં માંડવો અને શ્રીફળ ચુંદડી નો વિશેષ મહત્વ રાખી પાણી માં પધરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ નવા નીર નું પુજન કરવાથી વરૂણદેવ રીજે છે. ને ખેડુતુ અને અન્ય લોકો ને સારો વરસાદ મળે તે માટે પણ આ પુજનવીધી માં પ્રાર્થના કરવામાં આવે છે.