Mahila Certificate

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૧૩ મહિલાજુથોને પ્રમાણપત્રો અપાયા

Mahila Certificate

સુરત મહાનગરપાલિકા સહભાગી બની, ૧૩ મહિલાજુથોને પ્રમાણપત્રો અપાયા


સુરત, ૧૭ સપ્ટેમ્બર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦ માં જન્મદિવસે રાજય વ્યાપી પ્રારંભ કરાયેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જુથો સ્વાવલંબી બને તેવા આશય સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૩ જેટલા મહિલા જુથોને મેયર ડો.જગદીશભાઇ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓના હસ્તે પ્રમાણપત્રો અપાયા હતા. ધારાસભ્ય શ્રી વિવેકભાઇ પટેલ, કમિશનર શ્રી બંછાનિધિ પાની, કલેકટર ડો.ધવલ પટેલ સહિત મહાનુભાવો જોડાયા હતા.

મેયર ડો.જગદીશભાઇ પટેલે વડાપ્રધાનશ્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, નારીશકિત માટે અનોખી યોજના છે. જેમાં બેંકોની ભુમિકા સકારાત્મક રહેશે. યોગ્ય લાભાર્થી સુધી યોજનાનો લાભ પહોંચે એવો આશય રહેલો છે. મહિલાઓ સક્ષમ, આત્મનિર્ભર અને સ્વાવલંબી બની આત્મનિર્ભર ભારતમાં જોડાઇ રાષ્ટ્ર-રાજય વિકાસમાં ભાગીદાર બનવાનો અવસર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાએ પુરો પાડયો છે.

loading…

પુર્વ મેયર અસ્મિતાબેન શીરોયાએ મહિલાઓને જાગૃતિ કેળવી, રાજય સરકારની મહિલા ઉત્કર્ષની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સુરત મહાનગરપાલિકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સમિતિના ચેરમેનો, નગરસેવકો, બેંકોના અધિકારીઓ, સ્વસહાયજુથોની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.