ambedkar open university

National Symposium: જમ્મુ કાશ્મીર અને લડાખના આર્થિક વિકાસમાં ગુજરાતની ભૂમિકા સહિતના મુદ્દે અમદાવાદમાં નેશનલ સિમ્પોઝીયમ

National Symposium: ૨૫ ઓગસ્ટે જમ્મુ કાશ્મીર સ્ટડી સેન્ટર અને ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું આયોજન

   અમદાવાદ , ૨૪ ઓગસ્ટ: National Symposium: આગામી ૨૫ ઓગસ્ટ બુધવારના રોજ જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર ગુજરાત એકમ અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક નેશનલ સિમ્પોઝિયમનું આયોજન યુનિવર્સિટીના કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે.

આ સિમ્પોઝિયમનો (National Symposium) મુખ્ય વિષય “કલમ ૩૭૦ની નાબૂદી બાદ બે વર્ષ પછીની જમ્મુ કાશ્મીર અને લડાખની સ્થિતિ તેમજ થયેલા પરિવર્તનો” રહેશે. જમ્મુ કાશ્મીર અને લડાખના લેફ્ટેનેન્ટ ગવર્નર મનોજ સિંહા વેબમાધ્યમથી આ સિમ્પોઝિયમ જોડાશે. આ કાર્યક્રમ બ્લેન્ડેડ મોડમાં એટલે કે ઓનલાઇન + ઓફલાઇન પદ્ધતિથી યોજાશે.

ISRO-LPSC Recruitment 2021: ISRO-LPSC માં 10મા પાસ માટે ભરતી આજથી આવેદન શરુ- વાંચો વિગત

આ સમગ્ર દિવસના નેશનલ સિમ્પોઝિયમમાં (National Symposium) જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર, નવી દિલ્હીના નિયામક શ્રી આશુતોષ ભટનાગર, સુપ્રીમ કોર્ટના વકીલ સંજય ત્યાગી,  જમ્મુ કશ્મીરના ધારાસભ્ય અજેય ભારતી, જમ્મુ-કાશ્મીર ઈકોનોમીક ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ ડાયલોગના નિયામક સુનીલ શાહ,  પત્રકાર કિશોર મકવાણા, ઓટીટી ઇન્ડિયાના સીઈઓ વિવેક ભટ્ટ વગેરે  કલમ ૩૭૦ની નાબૂદી બાદ નવા ડોમિસાઈલ રૂલ, ડીલીમીટેશન, ગત બે વર્ષમાં જમ્મુ-કાશ્મીર લદાખમાં થયેલ વિકાસ કાર્યો તેમજ તેના આર્થિક વિકાસમાં ગુજરાતની ભૂમિકા જેવા વિષયો ઉપર વાર્તાલાપ, વિશ્લેષણ થશે.

કાર્યક્રમનો પ્રારંભ સવારે ૯.૩૦ કલાકે થશે.

ડૉ શિરીષ કાશીકર, મીડિયા સંયોજક

Whatsapp Join Banner Guj