Student corona test: અંબાજી શાળા માં પણ કોરોના નું સંક્રમણ ન થાય તેની તકેદારી નાં ભાગ રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના નાં RTPCR ટેસ્ટ શરૂ કર્યા છે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૪ ઓગસ્ટ:
Student corona test: કોરોના ની બીજી લહેર ઘાતક બન્યાં બાદ ત્રીજી લહેર ને લઇ સરકાર સાબદી બની છે. ને હાલ માં સરકારે શિક્ષણમાં ધોરણ-9 થી 12 નાં વર્ગો ઓફલાઇન શરૂ કરવાનાં આદેશો કર્યા બાદ શાળાઓ માં વિદ્યાર્થીઓ આવતા થયાં છે. ત્યારે શાળા માં પણ કોરોના નું સંક્રમણ ન થાય તેની તકેદારી નાં ભાગ રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના નાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ શરૂ કર્યા છે.

Student corona test

IBM in ahmdabad: અમદાવાદમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે

અંબાજીની (Student corona test) કન્યા વિદ્યાલય માં 450 જેટલી વિદ્યાર્થીનીઓ નાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ ની શરૂઆત કરવામાં આવી છે જોકે હમણાં સુધી માં 125 ઉપરાંત વિદ્યાર્થીનીઓ નાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં એક પણ કેસ કોરોના નો પોઝીટીવ જોવા મળ્યો નથી. ને હજી ક્રમંશ તમામ વિદ્યાર્થીની ઓ સહીત શિક્ષણ સ્ટાફ નો પણ ટેસ્ટ કરવામાં આવનાર છે. ને એક સંસ્થા પુર્ણ થયાં બાદ બીજી સંસ્થા માં આજ રીતે તમામ વિદ્યાર્થીઓ નાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરી ને ત્રીજી લહેર આવે જ નહીં તેવા પ્રયાસો હાલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Whatsapp Join Banner Eng