RABARI MEETING

New Constitution for Rabari Samaj: રબારી સમાજ માટે નવા બંધારણનો અમલ ૧૫ જાન્યુઆરીથી

google news png

અમદાવાદ, 30 ડિસેમ્બર: New Constitution for Rabari Samaj: રબારી સમાજ બંધારણ પરિષદ દ્વારા સર્વ રબારી સમાજની સંમતિ તેમજ સમાજ ના સૂચનો ને ધ્યાને લઈને રબારી સમાજ ની મુખ્ય ગુરુગાદીના મહંત કનીરામ બાપુ ની ઉપસ્થતિ અને અન્ય ગુરુ ગાદી ના મહંતો ,સાધુ સંતોના આશીર્વાદ સાથે, સમાજમાંથી ખોટા ખર્ચા અને કુરિવાજોને નાબૂદ કરવા માટે મહાસંમેલન યોજાયું હતું.

જેમાં રબારી સમાજ માટે નવા બંધારણનું વિમોચન અમારા સાધુ સંતો દ્વારા કરવામા આવ્યુ હતુ અને નવીન બંધારણ ના વિવિધ મુદ્દા ની અમારા સમાજ ના સાધુ સંતો દ્વારા જાહેરત કરવામા આવી હતી જે અમારા સમાજ માટે એક આવકારદાયક પહેલ છે.

આશરે ૫૦૦૦ જેટલી રબારી સમાજ ના ભાઇો અને બહેનો ની જનમેદની ભેગી થયેલી હતી. આ નવા બંધારણનો અમલ સમાજ મા ૧૫ જાન્યુઆરી ૨૦૨૫થી આરંભ થશે.

બંધારણના મુખ્ય મુદ્દાઓ:

પહેરામણી:
તમામ પ્રસંગોમાં ફક્ત “બંધ કવર”માં મર્યાદિત પહેરામણી ફરજીયાત કરવામા આવેલ છે.
• સહિયારી પ્રસંગો માટે રૂ. ૫૧૦૦ સુધી
• સગા વેવાઈ માટે રૂ. ૨૧૦૦
• પોસાત હોય એવા સગા માટે રૂ. ૨૦૦ પહેરામણી બંદ કવર મા જ અને આડા દિવસે સદંતર સંપૂર્ણ બંદ કરવામા આવી છે તેમજ અન્ય પહેરામની પર પણ બંધારણ નક્કી કરવામા આવેલ છે.

Buyer ads

સગાઈ:
સગાઈ ફક્ત ઘરમેળે કરવી; હોટલ કે હોલમાં નહીં.જગ્યા ના અભાવ વાળા માથે સાદગી થી પબ્લીક પ્લેસ પર કરી શકે છે.
સગાઈમાં સોના-ચાંદીના દાગીના, મોબાઈલ અથવા અન્ય કિંમતી વસ્તુઓ આપવી-લાવવી નહીં.

સીમંત:
સીમંત પ્રસંગ ઘરમેળે રાખવો; હોટલ કે હોલમાં સરળ રીતે કરવો.
સીમંતમાં સોનાના દાગીના આપવાનું સંપૂર્ણ બંદ.
બાળક માટે ફક્ત ૫ જોડી કપડાં લઈ જવા.

આ પણ વાંચો:- Message of Maha Kumbha: ‘આખા દેશને એક થવા દો’ એ મહા કુંભનો સંદેશ છેઃ પ્રધાનમંત્રી મોદી

લગ્ન:
લગ્ન પ્રસંગમાં ફક્ત ૫ થી ૭ તોલા સોનું આપવું.લાઈવ ડીજે, કલાકાર,, અને નવા કુરિવાજો જેવા કે હલ્દી રસમ, મેહંદી સેરેમની વગેરે સદંતર બંદ. લગ્ન કંકોત્રી ડિજીટલ રાખવી.

મોબાઈલ સ્ટેટસ:
કોઈપણ પ્રસંગ કે ઉજવણીના ફોટા-વીડિયો રીલ્સ સ્ટેટસ પર મુકવું સદંતર બંદ.

સમાજ માટે સંદેશ:

આ મહાસંમેલન માં બંધારણનું પાલન એ સમાજ ના દરેક સભ્યને પાડવાની અપીલ કરવાં આ આવી…તેમજ આવનાર સમય મા બંધારણ ના અમલ માટે ગામડે ગામડે મિટીંગો કરી ગામડા,તાલુકા અને જિલ્લા વાઇસ કમિટી ના ગઠન ની રચનાઓ કરવામાં આવશે તેમજ જનજાગ્રતિ માટે અભિયાન કરવામા આવશે જેમા સમાજ ના દરેક વર્ગ ને આવરી લેવામા આવશે..

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *