New President of Gujarat Congress: ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા શક્તિસિંહ ગોહિલ
New President of Gujarat Congress: શક્તિસિંહ ગોહિલ અત્યારે દિલ્હી અને હરિયાણાના પ્રભારી હતા
અમદાવાદ, 09 જૂનઃ New President of Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યક્ષની નિમણૂક કરાઈ છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ ગુજરાત કોંગ્રેસની કમાન રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપી છે. તેઓ અત્યારે દિલ્હી અને હરિયાણાના પ્રભારી હતા.

શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવતાં દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી મુક્તિ અપાઈ છે, તો સાથે-સાથે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા રહેલા પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી અને દીપક બાબરિયાનાં નામોની વિચારણા વચ્ચે સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાનની પસંદગી કરાઈ છે.
આ પણ વાંચો… Sabarmati-Jodhpur Express train cancelled: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે, જાણો સંપૂર્ણ માહિતી…

