RTO

New Rules for Learning License: નાગરીકો માટે લર્નીંગ લાયસન્સ મેળવવું બન્યું વધુ સરળ

New Rules for Learning License: અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઈઝ્ડ e-KYC દ્વારા મેળવી શકશે

google news png

ગાંધીનગર, ૦૮ જુલાઈ: New Rules for Learning License: રાજ્યના નાગરીકોને સરળતાથી લર્નીંગ લાયસન્સ મળી રહી તે હેતુથી રાજ્ય સરકારે મહતત્વનો નિર્ણય કર્યો છે. હવેથી અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઈઝ્ડ e-KYC દ્વારા મેળવી શકશે.

જેથી અરજદારો હવે પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, નાગરીકો માટે હવે લર્નીંગ લાયસન્સ મેળવવું વધુ સરળ બન્યું છે. લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરીનું વધુ સરળીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તા.૭ જુલાઈ, ૨૦૨૫થી આ નવી પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે.

BJ ADVT

આ ઉપરાંત જો અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માંગે છે તો તેવા કિસ્સામાં આરટીઓ, એઆરટીઓ, આઈટીઆઈ, પોલીટેકનીક કચેરી ખાતે લર્નિંગ લાયસન્સની અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગીરી માટે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો