Non covid case: સિવિલમાં કોરોનાના કેસ ઘટ્યા પણ નોન કોવિડ કેસમાં થયો અધધ વધારો- વાંચો વિગત
Non covid case: સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં 13,000થી વધુ ઓપીડી નોંધાયા
અમદાવાદ, 10 નવેમ્બરઃ Non covid case: ગુજરાતમાં કોરોના કેસ ઘટી રહ્યા છે પરંતુ નોન કોવિડ કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય કેસ નોંધાયા છે. ગત વર્ષે આ સમયે કોરોના કેસમાં નોંધપાત્ર વધારો હતો.જ્યારે ચાલુ વર્ષે નોન કોવિડ કેસ વધારે છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હિપેટાઇટિસ ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 13000થી વધુ ઓપીડી આવી છે.અને કલે કાલે 3148 ઓપીડી નોંધાયા છે.
સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડોકટર એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના કેસ ઘટ્યા છે પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ઉતરોતર વધારો થયો છે. ગત વર્ષે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, હિપેટાઇટિસ કેસ ખૂબ ઓછા હતા. જે ચાલુ વર્ષે કેસનક નોંધપાત્ર વધારો થયો છે.સફાઈ રાખીએ,પાણીનો ભરાવો ન થવા દઈએ,તો મચ્છરજન્ય, પાણીજન્ય કેસ થી બચી શકાય છે.
આ પણ વાંચો: Chewing ban: જો આ દેશમાં ચ્યુઇંગગમ ખાધી તો થશે 2 વર્ષની જેલ! વાંચો આ અનોખા નિયમ વિશે
ગત વર્ષની સરખામણીએ છેલ્લા ત્રણ મહિના કેસ
ઓગસ્ટ 2020 2021
ડેન્ગ્યુ 05 132
ચિકનગુનિયા 05 42
હિપેટાઇટિસ 80 172
સપ્ટેમ્બર 2020 2021
ડેન્ગ્યુ 25 296
ચિકનગુનિયા 15 108
હિપેટાઇટિસ 102 212
ઓક્ટોબર 2020 2021
ડેન્ગ્યુ 53 327
ચિકનગુનિયા 72 168
હિપેટાઇટિસ 110 217

