India Briefing Filing Income Tax Returns in India e1636527472364

Income Tax Return: 2.38 કરોડ કરદાતાઓએ ફાઇલ કર્યું ઇન્કમ ટેક્સ રિટર્ન, વાંચો આ છે છેલ્લી તારીખ

Income Tax Return: ઇન્કમ ટેક્સમાં મળતા છૂટછાટથી વધારે રકમની કમાણી કરતા લોકો માટે ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવું જરૂરી

બિઝનેસ ડેસ્ક, 10 નવેમ્બરઃ Income Tax Return: આવકવેરા વિભાગે માહિતી આપી છે કે નાણાકીય વર્ષ 2020-21 (આકારણી વર્ષ 2021-22) માટે 2.38 કરોડથી વધારે કરદાતાઓએ પોતાનું રિટર્ન (Income Tax Return) દાખલ કર્યું છે. જેમાંથી 1.68 કરોડથી વધારે ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસ કરવામાં આવ્યા છે. અત્યારસુધી 64 લાખથી વધારે કેસમાં રિફંડ ચૂકવી દેવામાં આવ્યું છે. ટેક્સ અધિકારીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

Income Tax Department તરફથી કહેવાયું છે કે જે કરદાતાઓએ નાણાકીય વર્ષ 2020-21 (Financial year 2020-21) માટે રિટર્ન ફાઇલ નથી કર્યું તેઓ ઈ-ફાઇલિંગ પોર્ટલના માધ્યમથી રિટર્ન ફાઇલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકારે નાણાકીય વર્ષ 2021 માટે રિટર્ન ફાઇલ કરવાની તારીખ બે વખત વધારી છે. જે પ્રમાણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર, 2021 છે.

Income Tax Return: ઇન્કમટેક્સમાં મળતા છૂટછાટથી વધારે રકમની કમાણી કરતા લોકો માટે ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવું જરૂરી છે. કુલ આવકમાંથી કપાતની છૂટ બાદ તમારી ટેક્સની જવાબદારી શૂન્ય થઈ જતી હોય તો પણ તમારે રિટર્ન ફાઇલ કરવું જોઈએ. આજે અમે તમને IRT ફાઇલ કરવાના ફાયદાઓ જણાવી રહ્યા છીએ.

જ્યારે તમે વ્હીકલ લોન (ટૂ વ્હીલર અથવા ફોર વ્હીલર) માટે અરજી કરો છો ત્યારે બેંક તમારી પાસે ટેક્સ રિટર્નની કોપી માંગી શકે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) વ્હીકલ લોન માટે અરજી કરનાર લોકો પાસેથી સેલેરી સ્લીપ, ટીડીએસ સર્ટિફિકેટ/ ફોર્મ-16, છેલ્લા બે વર્ષના આઈટી રિટર્ન માંગે છે. આ ઉપરાંત આઈટીઆરની કોપી ત્યારે પણ કામ આવે છે જ્યારે બેંક તમારી લોનની અરજી રદ કરી નાખે છે અને તમને જોઈતી રકમની લોન નથી મળતી.

આ પણ વાંચો: Non covid case: સિવિલમાં કોરોનાના કેસ ઘટ્યા પણ નોન કોવિડ કેસમાં થયો અધધ વધારો- વાંચો વિગત

નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે અને તે માટે તે કોઈ સરકારી ટેન્ડર ભરવા માંગે છે તો તે માટે તેણે છેલ્લા પાંચ વર્ષના આઈટીઆર રજુ કરવા પડશે. સરકારી વિભાગ તમારા IRTની કોપી જોઈને તમારી નાણાકીય સ્થિતિ અંગે અંદાજ લગાવે છે. સાથે જ તે એ નક્કી કરે છે કે તમે ચૂકવણી અંગેની જરૂરિયાતો પૂરી કરી શકશો કે નહીં.

બિઝનેસ, કન્સલ્ટેશન અથવા પાર્ટનર્સ ઓફ ફર્મને ફોર્મ-16 નથી મળતું. આ માટે તેમના માટે ITR વધારે મહત્વપૂર્ણ છે. જો તમારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી રિફંડ મેળવવું છે તો તમારે રિટર્ન ફાઇલ કરવું પડશે. રિટર્ન ફાઇલ કર્યા વગર તમે રિફંડ માટે દાવો નથી કરી શકતા.

નુકસાનને આગલા નાણાકીય વર્ષમાં લઈ જવું

જો તમે રિટર્ન ફાઇલ નથી કરતા તો તમે કેપિટલ લોસ (શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મ)vને કેરી ફોરવર્ડ (આગળના વર્ષમાં લઈ જવું) નથી કરી શકતા.

વીઝા પ્રોસેસિંગ

જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો ફોરેન વિઝા કોન્સ્યુલેટ ઇન્ટરવ્યૂ વખતે તમારી પાસેથી અમુક વર્ષના ITRની રસીદ માંગી શકે છે. અમુક દૂતાવાસ છેલ્લા ત્રણ વર્ષના IRT માંગી શકે છે. અમુક લોકો તાજેતરના વર્ષનું સર્ટિફિકેટ માંગી શકે છે.

આજકાલ 50 લાખથી 1 કરોડ સુધીનું લાઇફ કવર ખરીદવું સામાન્ય વાત બની ગઈ છે. જોકે, આ લાઇફ કવર તમને તમારા ITRના ડોક્યુમેન્ટ્સના આધારે મળે છે. જેનાથી તમારી વાર્ષિક આવકને ચકાસવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે લાઇફ ઇન્શ્યોરન્સ કંપની જેવી કે LIC તમારી પાસેથી ત્રણ વર્ષનું ITR સર્ટિફિકેટ માંગી શકે છે. 50 લાખથી વધારેની રકમનો ટર્ન ઇન્શ્યોરન્સ ખરીદી કરવા પર કંપની તમારી પાસે સર્ટિફિકેટ માંગી શકે છે.

Whatsapp Join Banner Guj