hevay rain

Non Seasonal Rain: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ

Non Seasonal Rain: 30મી નવેમ્બરથી રાતથી 2જી ડિસેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદ વરસી શકે છે

અમદાવાદ, 28 નવેમ્બરઃNon Seasonal Rain: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી 30મી નવેમ્બરથી રાતથી 2જી ડિસેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદ વરસી શકે છે.

અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ધૂમ્મસ છવાયેલું જોવા મળે છે, તેની સાથે ગુલાબી ઠંડીનો હેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે

આ પણ વાંચોઃ New covid variant omicron: શું છે કોરોનાનું આ નવું વેરિએન્ટ, કેવી રીતે પડ્યું નામ ઓમિક્રોન, કેટલા દેશોમાં ફેલાયું- વાંચો વિગત
30 નવેમ્બર રાતના 8-30થી નવેમ્બરથી 1 ડિસેમ્બરના રાતના 8-30 સુધીના ચોવીસ કલાકમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી,. વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. જ્યારે 1 ડિસેમ્બરના રાતના 8-30થી 2 ડિસેમ્બરના રાતના 8-30 સુધીના ચોવીસ કલાકમાં દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દીવ તેમજ અમદાવાદ, આણંદ, ખેડા મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ પડશે.

Whatsapp Join Banner Guj