harsh sanghavi

Notice to file FIR against owners of illegal game zones: રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે FIR કરવા કડક સૂચના

Notice to file FIR against owners of illegal game zones: રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે FIR કરવા તમામ પોલીસ કમિશનર તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને કડક સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અપાઈ સૂચના

google news png

ગાંધીનગર, 29 મે: Notice to file FIR against owners of illegal game zones: રાજકોટ ખાતે TRP ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ પણ વાંચો:- RBI Action on ICICI bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ યસ બેંક અને ICICI બેંકને કરોડોનો દંડ ફટકાર્યો- વાંચો વિગત

આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આ પ્રકારની જગ્યાઓ પર ખાસ ચેકીંગ કરવા સહિત અસરકારક કડક પગલાં સૂચનાઓ આપવામાં આવી છે.

રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહિ, જે ગેમ ઝોનનું ફાયર NOC ન હોય તથા લાયસન્સ મેળવેલ ન હોય તેમજ નિયમોનુસારની કાર્યવાહી કરેલ ન હોય તેના માલિકો વિરૂધ્ધમાં એફ.આઇ.આર. દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો