Education

Offline education: ધોરણ 1 થી 5 ના ઓફલાઇન વર્ગો 1 ડિસેમ્બરથી શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા

Offline education: પહેલી ડિસેમ્બરથી આ ઓનલાઇન વર્ગો શરૂ થશે તો પણ તેના શૈક્ષણિક સત્રના દિવસોમાં કેટલાક ફેરફારો કરવાનું પણ વિચારાધીન હોવાનું ગાંધીનગર સ્થિત સૂત્રોએ જણાવ્યું

ગાંધીનગર, 10 નવેમ્બરઃ Offline education: છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રાથમિક શિક્ષણના (Primary education)વર્ગો ઓફલાઈન બંધ હોવાના પગલે ધોરણ 1 થી 5 ના બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે. જેના પગલે હવે આગામી 1 ડિસેમ્બરથી આ વર્ગો ઓફ લાઇન શરૂ કરી દેવાની વિચારણા ગંભીરતાથી હાથ ધરવામાં આવી છે. જોકે પહેલી ડિસેમ્બરથી આ ઓનલાઇન વર્ગો શરૂ થશે તો પણ તેના શૈક્ષણિક સત્રના દિવસોમાં કેટલાક ફેરફારો કરવાનું પણ વિચારાધીન હોવાનું ગાંધીનગર સ્થિત સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવાના ભાગરૂપે તમામ શિક્ષણ કાર્ય પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. મહિનાઓ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રહ્યા બાદ ક્રમશઃ ઉચ્ચ શિક્ષણ અને માધ્યમિક શિક્ષણના ઓફલાઇન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હતા. જોકે ધોરણ 1 થી 5 ના વર્ગો હજુ સુધી શરૂ કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: ind vs nz: રોહિત શર્મા ટી-20નો નવો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામેની ટીમ જાહેર, જાણો નવા ચહેરાઓમાં કોને મળ્યું સ્થાન?

હવે દીવાળીના તહેવારો પછી પણ કોરોનાના કેસોની સંખ્યા નિયંત્રિત રહેતા અને ત્રીજી લહેરની ભીતિ નિરર્થક સાબિત થતા ધોરણ 1 થી 5 ના વર્ગો પણ ઓફ લાઇન શરૂ કરી દેવાનું વિચારાઇ રહ્યું છે.

પહેલી ડિસેમ્બરથી આ વર્ગો શરૂ થઈ જશે. જોકે ધોરણ 1 થી 5 ના વર્ગોનો સાપ્તાહિક સમય ઘટાડી નાખવામાં આવશે અને સપ્તાહનું શૈક્ષણિક સત્ર પણ છની જગ્યાએ ચાર દિવસનું કરવામાં આવે એવી સંભાવના છે. ધોરણ 1 થી 5 ના શૈક્ષણિક સત્રના સમયમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.

Whatsapp Join Banner Guj