ind vs nz: રોહિત શર્મા ટી-20નો નવો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામેની ટીમ જાહેર, જાણો નવા ચહેરાઓમાં કોને મળ્યું સ્થાન?

ind vs nz: હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં વેંકટેશ ઐયરને ટીમમાં સ્થાન મળ્યું

સ્પોર્ટ્સ ડેસ્ક, 10 નવેમ્બરઃ ind vs nz: ભારતીય ક્રિકેટમાં હવે એક નવા યુગની શરૂઆત થઈ છે. આ શરૂઆત T20I હોમ સિરીઝથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર મેચમાં રોહિત શર્માના ભારતીય ટીમના કેપ્ટન બનવાની સાથે થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમને માત્ર નવા કેપ્ટન જ નહીં પણ નવા કોચ તરીકે રાહુલ દ્રવિડ પણ મળ્યા છે. રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને ભારતીય ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ બીસીસીસીઆઈ દ્વારા આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ટી20 કેપ્ટન તરીકે રોહિત શર્માની વરણી કરવામાં આવી છે તેમજ નવી ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે નવી ટીમ: ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે નવા ચહેરાનોને સ્થાન આપવામાં આવ્યુ છે. ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશાન, વેંકટેશ ઐયર, યૂઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું છે. જ્યારે કેપ્ટનશીપ છોડનાર વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાને આરામ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Stock exchange: સ્ટોક એક્સચેન્જ આ તારીખથી શરૂ કરશે તબક્કાવાર T+1 સેટલમેન્ટ; જાણો નવી વ્યવસ્થાથી રોકાણકારોને શું ફાયદો થશે

ભારતની ટીમ

રોહિત શર્મા કેપ્ટન, કે.એલ. રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યા કુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કિપર) ઈશાન કિશન (વિકેટ કિપરઃ વેંકટેશ ઐયર, યૂઝવેન્દ્ર ચહલ, આર. અશ્વીન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, હર્ષ પટેલ, મોહમ્મદ શિરાજ

ind vs nz: હાલની ટીમમાંથી કેપ્ટનશીપ છોડનાર વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ઇન્જરીનો સામનો કરી રહેલા હાર્દિક પંડ્યા, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાની બાદબાકી કરવામાં આવી છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શામીની પણ બાદબાકી કરવામાં આવી છે. જ્યારે વરૂણ ચક્રવર્તનીને પણ સ્થાન મળ્યું નથી તેના બદલે યૂઝવેન્દ્ર ચહલની ફરી એન્ટ્રી થઈ છે.

T20Iમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં વેંકટેશ ઐયરને ટીમમાં સ્થાન મળ્યું છે. આઈપીએલ 2021માં વેંકટેશ ઐયરે 370 રન ફટકાર્યા હતા અને 3 વિકેટ પણ ઝડપી હતી. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે પણ તેનું આ ફોર્મ યથાવત જોવા મળ્યું હતું. અક્ષર પટેલને રિઝર્વ ખેલાડીના રૂપમાં રાખવામાં આવ્યો હતો અને હોમ સિરીઝમાં પણ તેણે 16 પ્લેયરોની લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે.

Whatsapp Join Banner Guj