માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે

ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦

આવતીકાલ – મંગળવારે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે
▪માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ
▪યાત્રીકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવાશે અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂર નથી

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે.

આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આવતીકાલે રવાના થશે.
રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા એ આ ટ્રેન સેવાના યાત્રીકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે.

એટલું જ નહિ, આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે.

પોલીસ મહાનિદેશકશ્રીએ જણાવ્યું છે કે, આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ.