પાલનપુરઃ CM વિજય રુપાણીએ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ(oxygen plant)નું ઉદ્દઘાટન કર્યું
- પાલનપુર સિવિલ હોસ્પીટલમાં દર્દીઓના સગાવ્હાલા અને મેડીકલ સ્ટાફને મળી તેમનું મનોબળ વધાર્યું
- બનાસ ડેરી દ્વારા રૂ. ૭૭ લાખના ખર્ચથી તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટ(oxygen plant)માં પ્રતિ કલાકે ૫૦ ક્યુબીક મીટર ઓક્સિજન બનશે
પાલનપુર, 15 મેઃoxygen plant: બનાસકાંઠા જિલ્લાની કોરોના સંક્રમણ સ્થિતિ ના આકલન અને સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાલનપુર કલેકટર કચેરી ખાતે યોજાયેલ સમીક્ષા બેઠક બાદ બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સીવીલ હોસ્પીટલની મુલાકાત લઇ સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતાં. મુખ્યમંત્રીએ સીવીલ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના સગા-વ્હાલા અને ર્ડાક્ટર, નર્સ તથા મેડીકલ સ્ટાફને મળીને તેમનું મનોબળ વધાર્યું હતું.

મુખ્યમંત્રીએ કોરોના ની સારવાર લઇ રહેલા સંક્રમિત વ્યક્તિઓના સ્વજનો પાસેથી વિગતો મેળવી હતી અને રાજ્ય સરકાર દ્વારા અપાતી આરોગ્ય સેવાઓ વિશે પૃચ્છા કરી અને ખબર- અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સિવિલ હોસ્પિટલ ના ઓક્સિજન પ્લાન્ટ(oxygen plant)નું ઉદ્દઘાટન કર્યુ હતું. બનાસ ડેરી દ્વારા રૂ. ૭૭ લાખના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ આ ઓક્શિજન પ્લાન્ટ માં પ્રતિ કલાકે ૫૦ ક્યુબીક મીટર ઓક્સિજન હવામાંથી બનશે. જેનાથી દર કલાકે ૭ જેટલાં જમ્બો ઓક્સિજન સિલિન્ડર ભરી શકાશે

આમ ૨૪ કલાકના ૧૬૮ જેટલાં જમ્બો ઓક્સિજન સિલિન્ડર ભરી શકાશે. એટલે કે રોજના ૧૨.૬૦ લાખ લીટર ઓક્શિજન(oxygen plant)નું ઉત્પાદન આ પ્લાન્ટ ધ્વારા કરીને કોરોના સંક્રમિત દર્દીઓની સારી રીતે સારવાર કરી શકાશે તેમ પાલનપુર સીવીલ સુપ્રિન્ટેન્ડેટ ર્ડા. સુનિલ જોષીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…..