Parashuram mahadev birth anniversary celebration: યાત્રાધામ અંબાજીમાં પરશુરામ મહાદેવ જન્મજયંતિની ઉજવણી કરાઈ
Parashuram mahadev birth anniversary celebration: યાત્રાધામ અંબાજીમાં પરશુરામ મહાદેવની પ્રતિમા પર ફૂલ હાર ચઢાવી પરશુરામ મહાદેવ જન્મજ્યંતી ઉજવણી કરાઇ
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 22 એપ્રિલઃ Parashuram mahadev birth anniversary celebration: આજે પરશુરામ મહાદેવ ની જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશમાં પરશુરામ મહાદેવ ની જન્મજયંતિ નિમિત્તે ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ મહાદેવ ની વિશેષ પૂજા અર્ચના કરી પરશુરામ મહાદેવ ને જન્મ જ્યંતી ની ઉજવણી હલ્લો ઉલ્લાસ થી મનાવી રહ્યા છે.
ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા પરશુરામ મહાદેવ ની વિશેષ પૂજા અર્ચના કરી ધૂમધામ થી પરશુરામ મહાદેવ જન્મજયંતી નિમિતે ઉજવણી કરવામાં આવી હતી. આજે શક્તિપીઠ અંબાજી માં આવેલા સિટી સેન્ટર આગળ પરશુરામ મહાદેવ ની પ્રતિમા ની સાફ સફાઈ કરી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજે પરશુરામ મહાદેવ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો સાથે ગ્રામજનો દ્વારા પરશુરામ મહાદેવ મંદિર પર ફૂલ હાર ચઢાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ હાજર રહ્યા હતા. ધારાસભ્ય અનિકેત ઠાકરે પરશુરામ મહાદેવ ની પ્રતિમાં પર ફૂલહાર ચઢાવી દીપ જલાવી પરશુરામ મહાદેવ ની જન્મ જયંતી નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી.
મોટી સંખ્યામાં લોકોએ પરશુરામ મહાદેવને નમન કરી હર હર મહાદેવ ના જયઘોષ કર્યા હતા. પરશુરામ મહાદેવ જન્મજયંતી નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં પણ ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી હતી.

