Paresh Dhanani image

Paresh dhanani may quit post in congress: ગુજરાત કોંગ્રેસ માટે લાગી શકે છે વધુ એક ઝટકો, પરેશ ધાનાણી છોડી શકે છે પાર્ટીમાંથી પોતાનું પદ

Paresh dhanani may quit post in congress: પરેશ ધાનાણીએ જણાવ્યું કે જો રઘુ શર્મા સરકારમાં રહી પદ છોડી શકે છે તો અમે કેમ નહીં. અમે એક કાર્યકર્તા છીએ

ગાંધીનગર, 11 ઓક્ટોબર:Paresh dhanani may quit post in congress: ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ માટે રોજે રોજ નવા કપરા ચઢાણ આવી રહ્યા છે. કોંગ્રેસને ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીમાં કારમી હાર બાદ વધુ એક ઝટકો મળી શકે છે. આજે ગાંધીનગર ખાતે નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં પરેશ ધાનાણીએ સંકેતો આપ્યા છે તે કોંગ્રેસ માટે શુભ નથી માનવામાં આવી રહ્યા.

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પદ છોડવાના(Paresh dhanani may quit post in congress) સંકેત આપ્યા છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે જો રઘુ શર્મા સરકારમાં રહી પદ છોડી શકે છે તો અમે કેમ નહીં. અમે એક કાર્યકર્તા છીએ. પ્રભારી રઘુ શર્માએ પ્રધાનપદ મુકી સંગઠન પસંદ કર્યું છે. અમે હવે પદ માટે નહીં પરંતુ પ્રતિષ્ઠા માટે લડીશું

આ પણ વાંચોઃ T20 world cup Announcement of the winner’s prize: ટી-20 વર્લ્ડ કપ માટે ઈનામી રકમનુ એલાન, વિજેતા ટીમને મળશે 12 કરોડ રુપિયા

ગાંધીનગરમાં કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં ધારાસભ્યોની મહત્વની બેઠક મળી. બેઠકના પ્રારંભે સૌ ધારાસભ્યોએ પ્રભારી રઘુ શર્માનું સ્વાગત કર્યું. બેઠકમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ, નરેશ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા કરવામાં આવી

Whatsapp Join Banner Guj