Rishikesh Patel

Pharmaceutical production & export: ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે ગુજરાતનું વિશ્વમાં મહત્વનું સ્થાન: આરોગ્યમંત્રી

  • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-2024 માં ફાર્મા સેક્ટરના કુલ 370 જેટલા M.O.U. થયા
  • જે પૈકી અત્યારસુધીમાં 175 M.O.U. કમિશન થયા, અન્ય 153 M.O.U. પૂર્ણતાના આરે: આરોગ્યમંત્રી
  • હાલ દેશના ફાર્માસ્યુટિકલ કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 33 ટકા
  • ગુજરાત દ્વારા વિશ્વના 200 જેટલા દેશમાં દવાઓની નિકાસ કરવામાં આવે છે
  • ભારતની કુલ ફાર્માસ્યુટિકલ નિકાસમાં 28 ટકાના હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં મોખરે
google news png

રિપોર્ટ: અમિતસિંહ ચૌહાણ
ગાંધીનગર, 30 મે:
Pharmaceutical production & export: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું વર્ષ 2024 માં 10 ચરણ પૂર્ણ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ 10 માં ચરણમાં પણ દેશ- વિદેશની કંપનીઓએ ગુજરાતમાં રોકાણની ઇચ્છા દર્શાવી અને શરૂઆત પણ કરી.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના ફાર્માસ્યુટિકલ સેક્ટરને લગતા પણ મોટી સંખ્યામાં M.O.U. આ સમીટમાં કરવામાં આવ્યા હતા. વર્ષ-2024 ની વાયબ્રન્ટ સમીટમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના કુલ અંદાજે રૂ. 30 હજાર કરોડની કિંમતના કુલ 376 M.O.U થયા હતા. જે પૈકી અત્યારસુધીમાં 175 M.O.U ધરા તલ પર સફળ થઇને કમીશન થયા અને અન્ય 153 M.O.U. પણ પૂર્ણતાના આરે છે.

આ M.O.U થી ગુજરાતના ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં કુલ મૂડીરોકાણ અંદાજીત રૂ. 11,114.13 કરોડ મળ્યું છે . જેના પરિણામે ગુજરાતમાં 20,141 લોકોનો રોજગારી પણ પ્રાપ્ત થઇ છે.

વર્ષ 2024માં કમીશન થયેલ M.O.U પ્રોજેક્ટસમાં વિદેશી કંપનીઓ મે..સેનાડોર લેબોરેટરીઝ પ્રા.લિ, સ્પેન દ્વારા કુલ રૂ. 2500 કરોડનું મૂડી રોકાણ કરી વિશ્વમાં સૌથી વધુ કોન્ટ્રાસેપ્ટીવ દવાઓનું ઉત્પાદન કરવામાં આવેલ છે અને જેના થકી 500 લોકોને રોજગારી મળી છે.

અમેરીકાની મે. એમનીલ ફાર્માસ્યુટીકલ પ્રા.લિ. દ્વારા કુલ રૂ. 700 કરોડનું મૂડી રોકાણ કરી ઇંજેકટેબલ દવાઓનું ઉત્પાદન કરવામાં આવેલ છે જેના થકી પણ 500 લોકોને રોજગારી મળી છે. મે. સીસમેક્સ ઇંડિયા પ્રા.લિ. દ્વારા જાપાન દ્વારા મેડિકલ ડિવાઇસ ઉત્પાદન ક્ષેત્રે કુલ રૂ. 210 કરોડનું રોકાણ કરીને 70 જેટલા લોકોને રોજગારી આપવામાં આવી.

BJ ADVT

ગુજરાતમાં આવેલ મે. મેરીલ ગ્રુપ કંપની દ્વારા મેડિકલ ડિવાઇસના ઉત્પાદનમાં કુલ રૂ. 910 કરોડનું મૂડી રોકાણ કરીને 300 લોકોને રોજગારી, મે. સ્વાતિ સ્પેન્ટોસ પ્રા.લિ., વાપી દ્વારા કુલ. રૂ. 500 કરોડનું મૂડી રોકાણ કરીને 300 લોકોને રોજગારી આપવામાં આવી છે.

આ પણ વાંચો:- New rule for schools in Gujarat: ગુજરાતની શાળાઓ માટે રાજ્યના પોલીસ વડા જાહેર કર્યા નવા નિયમ; વાંચો વિગત…

અત્રે નોંધનીય છે કે, હાલ દેશના ફાર્માસ્યુટિકલ કુલ ઉત્પાદનના 33 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આજે વિશ્વના 200 જેટલા દેશમાં દવાઓની નિકાસ કરવામાં આવે છે. ભારતની કુલ ફાર્માસ્યુટિકલ નિકાસમાં ગુજરાત આશરે 28 ટકા જેટલો હિસ્સા સાથે અગ્ર ક્રમાંકે છે.

હાલ ગુજરાતમાં 5850 જેટલા લાઇસન્સ્ડ ઉત્પાદકો છે જેમાં એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક, મેડિકલ ડિવાઇસ તેમજ કોસ્મેટિકનું ઉત્પાદન થાય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *