Pm Modi vist surat preparation

Preparations in Surat for Modi’s arrival: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સુરત તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં

Preparations in Surat for Modi’s arrival: તા.૭મીએ બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)નો લાભ વડાપ્રધાનના હસ્તે આપવામાં આવશે

‘સૌને અન્ન, સૌને પોષણ’ના સંદેશ સાથે પી.એમ.ગરીબ કલ્યાણ અન્ન યોજના, ગંગાસ્વરૂપા સહાય, દિવ્યાંગ સહાય યોજના, ઉર્જા અને જળસંરક્ષણના બેનરો, કટઆઉટથી રૂટનું સુશોભન

google news png

સુરત, 05 માર્ચ: Preparations in Surat for Modi’s arrival: આગામી તા.૭મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવ્યાંગજનો, ગંગાસ્વરૂપા બહેનો તેમજ વયોવૃદ્ધજનો-વડીલોના કલ્યાણ માટે આયોજિત કાર્યક્રમમાં સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતના મહેમાન બનનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સુરત સજ્જ બન્યું છે.

તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તા.૭મીએ લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)નો લાભ વડાપ્રધાનના હસ્તે આપવામાં આવશે.

આ પણ વાંચો:- PM Modi visited Vantara: વડાપ્રધાન મોદીએ વનતારાનું લીધી મુલાકાત

જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા અને રાજ્યના પૂરવઠા વિભાગ દ્વારા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ત્યારે વડાપ્રધાન ગોડાદરા હેલિપેડથી નીલગિરી વિસ્તારના જે રૂટ પર પસાર થવાના છે ત્યાં બ્યુટીફિકેશન, સર્કલોનું સુશોભન કરવામાં આવ્યું છે.

Preparations in Surat for Modi's arrival

વોલ પેઈન્ટીંગ, વિવિધ થીમ આધારિત તેમજ ‘સૌને અન્ન, સૌને પોષણ’ના સંદેશ આપતા બેનરો, પૂરવઠા વિભાગની વિવિધ યોજનાઓ, પી.એમ.ગરીબ કલ્યાણ અન્ન યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના, દિવ્યાંગ સહાય યોજનાને કેચ ધ રેઇન, ઉર્જા અને જળસંરક્ષણના બેનરો, કટઆઉટથી રૂટનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.

BJ ADVT

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સ્થળે તેમજ આગમનના રૂટ પર કાર્યક્રમને અનુરૂપ સુશોભન અને જરૂરી રંગરોગાન કરવામાં આવ્યું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો