Raghunath school trustee’s son arrested: બાપુનગરની રઘુનાથ સ્કૂલના ટ્રસ્ટીનો પુત્ર ફરી નશાની હાલતમાં ધમાલ મચાવતો પકડાયો
Raghunath school trustee’s son arrested: સ્કૂલમાં દારૂ પીને ધમાલ મચાવતા હોવાના કારણે પોલીસે તેની ધરપકડ કરી
અમદાવાદ, ૨૩ જૂન: Raghunath school trustee’s son arrested: બાપુનગરમાં આવેલી રઘુનાથ સ્કૂલના ટ્રસ્ટીનો પુત્ર ફરી ચર્ચામાં આવ્યો છે. દરઅસલ સ્કૂલમાં દારૂ પીને ધમાલ મચાવતા હોવાના કારણે પોલીસે તેની ધરપકડ કરી છે. ચાલુ શાળાએ ટ્રસ્ટીનો પુત્ર દારૂ પીને પહોચી જતા બાળકોમાં ડરનો માહોલ છવાયો હતો. આ મામલે બાપુનગર પોલીસે રઘુનાથ સ્કૂલના ટ્રસ્ટીનો પુત્ર ચેતન યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ ચેતન યાદવ સ્કૂલના સ્ટાફ સાથે નશાની હાલતમાં ગેરવર્તન કરતો પકડાયો હતો.

ટ્રસ્ટીનો પુત્ર ચેતન યાદવ દારૂ પીને રઘુનાથ સ્કૂલમાં આવી પહોચ્યો હતો અને સ્ટાફ સાથે ગેરવર્તન કરવા લાગ્યો હતો. સ્કૂલના સ્ટાફ સાથે રકઝક કરી બબાલ કરતા બાળકોમાં પણ ડરી ગયા હતા. જો કે શાળાના બાળકોને સ્કૂલમાંથી ઘરે મોકલી દેવાયા હતા. આ અંગેનો એક વીડિઓ પણ સામે આવ્યો છે, જેમાં ચેતન યાદવ શિક્ષકોને ધમકાવતો નજરે ચડી રહ્યો છે. તો બીજી તરફ આ અંગે જાણ થતાં બાપુનગર પોલીસ સ્થળ પર દોડી આવી અને નશાની હાલતમાં ચેતન યાદવની અટકાયત કરી પોલીસ મથકે લઇ ગયા હતા.
નોધનીય છે કે, અગાઉ પણ નશાની હાલતમાં રઘુનાથ સ્કૂલમાં શિક્ષકો પર હુમલો તેમજ મહિલા શિક્ષક સાથે અયોગ્ય વ્યવહાર કરવાના આરોપ હેઠળ ચેતન યાદવ ની ધરપકડ થઈ હતી. એટલું જ નહિ વિસ્તારમાં ચેતન યાદવનો ત્રાસ વધતા તેમજ એકથી વધુ ગુનાઓ નોધાતા પોલીસે આકરી કાર્યવાહી કરી તેને અમદાવાદ સહિત ખેડા અને ગાંધીનગર જિલ્લામાંથી તડીપારનો હુકુમ કર્યો હતો.
હમણાં જ થોડાક મહિના પેહલા ચેતન યાદવ ગંભીર રીતે ઘાયલ, નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તે સમયે અંગત અદાવતમાં ચેતન યાદવ પર હુમલો થયો હતો અને આરોપીઓએ ચેતન યાદવને નગ્ન હાલતમાં માર મારી બેભાન કરી ભાગી ગયા હતા. હાલ બાપુનગર પોલીસે ચેતન યાદવને નશાની હાલતમાં ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.