IMG 20220624 WA0033 e1656050474326

Flood in assam: આસામ માં કુદરતનો કહેર યથાવત, પૂર વચ્ચે દર્દીને હોસ્પિટલ પહોંચાડવા આસામના મંત્રીએ ચલાવી હોડી

Flood in assam: ભારે વરસાદથી નદીઓના જળ સ્તરમાં પણ વધારો થવાના કારણે આસામના મોટાભાગના વિસ્તારો ડૂબી ગયા

નવી દિલ્હી, ૨૪ જૂન: Flood in assam: આસામમાં કુદરતનો કહેર યથાવત છે. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે બરાક ખીણના ત્રણ જિલ્લા- કચર, કરીમગંજ અને હૈલાકાંડીમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ રાજ્યના 36માંથી 32 જિલ્લા પૂરથી પ્રભાવિત છે જેના કારણે 54,57,601 લોકો પૂરની ઝપેટમાં છે.

આ પણ વાંચો: Rajkot division staff commendable work: રાજકોટ ડિવિઝનના સ્ટાફની સતર્કતાના કારણે ગુમ થયેલ સગીર વયની બાળકીને વિખૂટા પડેલા સ્વજનોને સોંપવામાં આવી

Flood in assam: છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા વરસાદને કારણે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ખૂબ જ મુશ્કેલ સ્થિતિ ઉભી થઇ છે. ગત સપ્તાહમાં આસામ, સિક્કિમ સહિત અનેક રાજ્યોમાં પૂરના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. ભારે વરસાદથી નદીઓના જળ સ્તરમાં પણ વધારો થવાના કારણે આસામના મોટાભાગના વિસ્તારો ડૂબી ગયા છે. લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

આસામના પરિવહન મંત્રી પરિમલ શુક્લાબૈદ્ય પૂર વચ્ચે લોકોને મદદ કરતા જોવા મળ્યા હતા. તાજેતરમાં જ તેઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ એક દર્દીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માટે જાતે જ હોડી ચલાવી રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીરમાં વરસાદને કારણે નદીઓ ઉભરાઈ

છેલ્લા 48 કલાક દરમિયાન અવિરત વરસાદને કારણે, જમ્મુ અને કાશ્મીરમાં તમામ મોટી, ઉપનદીઓ અને નાની નદીઓમાં પાણીનું સ્તર બુધવારે ઝડપથી વધ્યું છે. આને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ અકસ્માત ટાળવા માટે છ જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દીધી. જમ્મુ ડિવિઝનમાં તાવી નદી, જેલમ, સિંધ ધારા, લિડર, દૂધગંગા, રામબિયારી, વિશો, સુખના, ફિરોઝપોરા અને પોહારુ નદીઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે.

Gujarati banner 01