Rahul Gandhi image

કોગ્રેસના નેતા રાહુલ ગાંધી(Rahul gandhi) સુરતની કોર્ટમાં મુદતમાં હાજર રહે તેવી શક્યતા, વાંચો શું છે સમગ્ર મામલો?

સુરત, 23 જૂનઃ સુરતની સીજીએમ કોર્ટમાં આવતી કાલે મોઢવણિક સમાજે કરેલાં બદનક્ષીના કેસમાં કોગ્રેસના નેતા રાહુલ ગાંધી(Rahul gandhi) કોર્ટ મુદતમાં હાજર રહે તેવી સંભાવના સુત્રો એ વ્યકત કરી છે.આ કેસ સંદર્ભે આજે ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેની માંગણીની સૂનાવણી પણ હાથ ધરવામાં આવે તૂવી સંભાવના છે..

આજથી ત્રણેક વર્ષ પહેલા કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul gandhi)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મોઢ વણિક સમાજ સંદર્ભે બદનક્ષીકારક ઉચ્ચારણ કર્યા હતા. જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે.

Rahul gandhi

હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહૂલ ગાંધી(Rahul gandhi)એ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. આરોપીના બચાવપક્ષે કીરીટ પાનવાલાએ કોર્ટ મુદતમાં કાયમી હાજરીમાંથી આરોપીને મુક્ત કરવાની માંગને કોર્ટે મંજુરી આપી હતી. બીજીતરફ હાઈકોર્ટમાં પણ સ્ટેની માગણી કરવામાં ઇવી હતી. જેની આજે હાઈકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી વિગતો સાપડી છે.

અત્રે નોધનીય છેકે આ કેસમાં ફરિયાદના વેરીફીકેશન બાદ દસ્તાવેજી ઈલેક્ટ્રોનિક પૂરાવા ફરિયાદ પક્ષે રજૂ કર્યા બાદ આવતીકાલે તા.24 જુલાઈએ આ કેસ ફર્ધર સ્ટેટમેન્ટના સ્ટેજ પર છે. જેમાં આરોપી રાહુલ ગાંધી(Rahul gandhi)ને હાજર રહેવાનુ છે. જો હાઈકોર્ટમાંથી સ્ટે મળવાની સંભાવનાને પગલે આવતી કાલે ફરી એકવાર રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે કે કેમ તેના અંગે અવઢવ છે.

આ પણ વાંચોઃ ધોરણ-12ની પરીક્ષા પર કોલેજમાં એડમિશનને લઇ સુપ્રીમ કોર્ટે CBSE-ICSEની આ નીતિને આપી મંજૂરી- વાંચો શું છે મામલો?