Rahul Gandhi

Rahul Gandhi in surat: રાહુલ ગાંધીની સુરત મુલાકાતના કારણે શહેરમાં છવાયો ચૂંટણી જેવો માહોલ…

Rahul Gandhi in surat: એરપોર્ટથી સુરત સુધીના રસ્તા પર કોઈ મોટી ચુંટણી હોય તેવી રીતે મોટા નાના પોસ્ટર અને હોન્ડિંગ્સ સાથે કોંગ્રેસના ઝંડાઓ પણ લગાવી દેવામાં આવ્યા

સુરત, 03 એપ્રિલ: Rahul Gandhi in surat: માનહાનિના કેસમાં સુરતની કોર્ટે સજા જાહેર કર્યા બાદ આજે ફરી એકવાર રાહુલ ગાંધી કોર્ટમાં અપીલ કરવા માટે આવી રહ્યા છે. રાહુલ ગાંધીના આગમન પહેલા સુરત શહેર અને કોંગ્રેસના કેટલાક નેતાઓને પોલીસે નજર કેદ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Rahul Gandhi

જ્યારે બીજી તરફ એરપોર્ટથી સુરત સુધીના રસ્તા પર કોઈ મોટી ચુંટણી હોય તેવી રીતે મોટા નાના પોસ્ટર અને હોન્ડિંગ્સ સાથે કોંગ્રેસના ઝંડાઓ પણ લગાવી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં પરંતુ ઠીક ઠેકાણે કોંગ્રેસના કાર્યકરો તેમને સમર્થનમાં જોવા મળી રહ્યા છે.

શહેરના રસ્તાઓ પર લાગેલા પોસ્ટરમાં સત્યમેવ જયતે અને ડરો મત જેવા સ્લોગન લખવામાં આવ્યા છે. રાહુલ ગાંધી આવવાના હોય સુરત ખાતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે સાથે દિલ્હીના નેતાઓ પણ સુરત આવી પહોંચ્યા છે. કોંગ્રેસના મોટા નેતાઓની સુરતની મુલાકાતને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

આ પણ વાંચો: Dog killed a newborn baby: નાના બાળકો માટે આતંક બન્યા કુતરાઓ, હવે અહીં હોસ્પિટલમાં ઘૂસીને નવજાત બાળકને મારી નાખ્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો