Rain update in surat: સુરત જિલ્લામાં આ બે તારીખે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ

Rain update in surat: સુરત જિલ્લામાં તા.૭ અને ૮ એપ્રિલે કમોસમી વરસાદની આગાહી

સુરત, 06 એપ્રિલ: Rain update in surat: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૭ અને ૮ એપ્રિલ એમ બે દિવસ દરમિયાન સુરત જિલ્લામાં વાદળછાયા વાતારણની સાથે હળવા/સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની શક્યતાને પગલે ખેડૂતોનો પાક ન બગડે તે માટે નિયત પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડુતોએ ખેતરનો પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું. પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. તેમજ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.

ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુતમિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લઈ અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ત્યાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી માટે સ્થાનિક વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નં. ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો: Guj governor interacted with farmers: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સાબરકાંઠામાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વાર્તાલાપ કર્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો