remdac

વધતા કેસોને લઇ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયઃ હવે રેમડેસિવિર ઇન્જેક્શન(Remdesivir injection) માટે લાઇનમાં ઉભા રહેવુ નહીં પડે! વાંચો સંપૂર્ણ વિગત

ગુજરાતમાં ઘરે બેઠા મળશે રેમડેસિવિર ઇન્જેક્શન(Remdesivir injection)

અમદાવાદ, 16 એપ્રિલઃ રાજ્યમાં કોરોનાની સ્થિતી અત્યંત ગંભીર બની છે તેવામાં સૌથી વધારે માંગ રેમેડિસિવિર ઇન્જેક્શન(Remdesivir injection)ની છે. જો કે તેમ છતા ગંભીર દર્દીઓમાટે જરૂરી તેવા રેમડેસિવિર ઇન્જેક્શન(Remdesivir injection)ની ભારે તંગી થઇ છે અને કાળા બજારી પણ સામે આવી રહ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગે RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનો નિર્ણય કર્યો છે.

Whatsapp Join Banner Guj

આરોગ્ય વિભાગના નવા પરિપત્ર અનુસાર HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોમ આઇસોલેટ હોય તેવા દર્દીઓને ઇન્જેક્શન(Remdesivir injection) પુરા પાડવાનો નિર્ણય કર્યો છે. તમામ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલો, ડેડેકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્રો અને કોવિડ કેર સેન્ટર્સને ડોર સ્ટે પર પર મળશે. 15 એપ્રીલ સુધીમાં કોર્પોરેશન દ્વારા જરૂરી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં જરૂરિયા અનુસારનાં 36થી વધારે રેમડેસિવિર ઇન્જેક્શન પુરા પાડવામાં આવ્યા છે.

ADVT Dental Titanium

જો કે હવે સરકાર જે પ્રકારે ઇન્જેક્શનની માંગવ ધી રહી છે તે પ્રકારે અલગ અલગ સુધારા કરતું જઇ રહ્યું છે. સરકાર દ્વારા લેવાયેલા નવા નિર્ણયો અનુસાર અમદાવાદ નર્સિંગ હોમ એસોસિએશન સાથે જોડાયેલા કોઇ પણ નર્સિંગ હોમને તેના ડોર સ્ટેપ પર જ ઇન્જેક્શન પુરૂ પાડવામાં આવશે. આ ઇન્જેક્શન માટે તેમણે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત નહી આપવો પડે રેપિડ ટેસ્ટ હશે તો પણ ઇન્જેક્શન પુરૂ પાડવામાં આવશે. 

આ પણ વાંચો….

Ramayan re telecast: ફરી જોવા મળશે રામાનંદ સાગરની રામાયણ, આ ચેનલ પર શરુ થશે ધારાવાહિક