Shakkarbagh zoo cubs

Shakkarbagh zoo cubs: જૂનાગઢ-સક્કરબાગ ઝૂમાં આજે વરૂના કુલ ૧૦ બચ્ચાંનો જન્મ થયો

Shakkarbagh zoo cubs: એક માદાએ ૬ અને બીજી માદાએ ૪ એમ કુલ મળીને ૧૦ બચ્ચાંનો જન્મ આપ્યો

અહેવાલ: સાગર ઠાકર
જૂનાગઢ, ૧૯ ડિસેમ્બર:
Shakkarbagh zoo cubs: જૂનાગઢ-સક્કરબાગ ઝૂમાં આજે વરૂના કુલ ૧૦ બચ્ચાંનો જન્મ થયો છે. એક માદાએ ૬ અને બીજી માદાએ ૪ એમ કુલ મળીને ૧૦ બચ્ચાંનો જન્મ આપ્યો છે. બચ્ચાંને જન્મ આપનાર બન્ને માદા વરૂ વચ્ચે માતા પુત્રીનો સંબંધ, માતા વરૂએ ૬ અને પુત્રી વરૂએ ૪ બચ્ચાંને જન્મ આપ્યો.

પ્રથમ પેઢીએ બચ્ચાંને જન્મ આપ્યો હોય તેવી ઘટના બની. સક્કરબાગ ઝૂ ટીમ દ્વારા વરૂના બચ્ચાંની ખાસ સંભાળ અને દેખરેખ લેવામાં આવી રહી છે. વરૂના નવા ૧૦ બચ્ચાં સાથે સક્કરબાગ ઝૂમાં ભારતીય વરૂની સંખ્યા ૬૦ પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: Gram panchayat election: દાંતા માં કડકડતી ની ઠંડ માં પણ વોટ કરવા માટે લાગી લાંબી લાઈન

ઉલ્લેખનીય છે કે સક્કરબાગ ઝૂ ન માત્ર પ્રાણી સંગ્રહાલય છે પરંતુ અહીં સિંહ સહીતના વિવિધ પ્રજાતિના પ્રાણીઓની સાર સંભાળ સાથે સંવર્ધન પણ કરવામાં આવે છે. અનેક પશુ પક્ષીઓની અહીં ખાસ કાળજી સાથે સંવર્ધન કરીને તે પ્રજાતિના વિકાસ માટેના પ્રયાસો કરવામાં આવે છે અને વન વિભાગને તેમાં સફળતા પણ મળે છે.

Whatsapp Join Banner Guj