Voting 1

Gram panchayat election: દાંતા માં કડકડતી ની ઠંડ માં પણ વોટ કરવા માટે લાગી લાંબી લાઈન

Gram panchayat election: દાંતા તાલુકા માં 42 ગ્રામપંચાયતો ની ચૂંટણી માટે 160 જેટલા મતબૂથો ઉપર મતદાન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

અંબાજી, ૧૯ ડિસેમ્બર: Gram panchayat election: દાંતા તાલુકા માં 42 ગ્રામપંચાયતો ની ચૂંટણી (Gram panchayat election) માટે 160 જેટલા મતબૂથો ઉપર મતદાન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં 800 ઉપરાંત પોલિંગ સ્ટાફ ને મતદાન ની જવાબદારી સોંપવામાં આવી હતી આજે વહેલી સવારે મતદાન ના પ્રારંભે અંબાજી કુમ્ભારીયા પંથક માં ઠંડી નો પ્રમાણ 4 થી 5 ડિગ્રી એ જોવા મળતા સમગ્ર વિસ્તાર ઠંડી માં ઠુટવાયુ હતું અને કેટલાક વિસ્તાર માં બરફ ની ચાદર પણ જામી હતી.

Voting 1 1

પરિણામે મતદાન ના પ્રારંભે મતદારો ઘર થી બહાર નીકળવાનું ટાળ્યું હતું પણ જેમ સુરજ આકાશ માં ચઢ્યો અને ગરમાવો આવતા મતદારો એ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચ્યા હતા અને તેમાં પણ મહિલા મતદારો ની લાંબી લાઈનો જોવા મળી હતી પુરુષ ની સમૌવડી ગણાતી મહિલાઓ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં મતદાન માં આગળ પડતી જોવા મળી હતી.

voting 2

જોકે હાલ કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન માં લેતા અને કોઈ મતદાન અસ્વસ્થ ન બને તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચકાસણી માટે આરોગ્ય વિભાગ ની ટીમ પણ તેનાત કરવામાં આવી હતી જોકે આ વખતે વર્ષો બાદ બેલેટ પેપર થી મતદાન કરાતા મતદાન પ્રક્રિયા ધીમી જોવા મળી હતી.

આ પણ વાંચો: Ambaji cold: પહેલીવાર ઠંડ થી ઠંડુંગાર બન્યું અંબાજી

પરિણામે મતદારો ની લાંબી લાઈનો થઈ હતી જોકે આજે મતદાન પૂર્ણ થયા બાદ 21 ડિસેમ્બરે દાંતા તાલુકા મથકે 42 ગ્રામપંચાયત ની મતગણતરી હાથ ધરાશે અને બેલેટ પેપર હોવાથી ગણતરી મોડા સુધી ચાલે તેવી સંભવના જોવા મળી રહી છે.

Whatsapp Join Banner Guj