she team bhavnagar

She team bhavnagar: ભાવનગર રેંજમાં સૌ પ્રથમ ભાવનગરની મહીલાઓ માટે ભાવનગર જીલ્લા પોલીસ સંચાલીત ” SHE TEAM “ કાર્યરત…

She team bhavnagar: સંકોચ નહી પણ સંપર્ક સાધો “SHE TEAM ડાયલ – 100”

અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , ૦૩ સપ્ટેમ્બર:
she team bhavnagar: રાજ્યમાં મહીલાઓની સુરક્ષા અને સલામતીને મજબુત કરવાનાં ઉપક્રમે ગુજરાત પોલીસ દ્વારા “SHE TEAM” અને “દુર્ગાશક્તિ” જેવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા અને શહેર માં મહિલાઓની સુરક્ષા અને સલામતી દ્રઢ કરવાના હેતુથી અને મહિલાઓ વિરૂધ્ધના ગુન્હાઓમાં ત્વરીત પ્રતિક્રીયા માટે અને આવા ગુન્હાઓમાં ઘટાડા માટે ભાવનગર રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર માર્ગદર્શન મુજબ પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠૌર તથા મદદનીશ પોલીસ અધીક્ષક સફીન હસનનાં પ્રયત્નોથી આજરોજનાં ભાવનગર વિભાગીય પોલીસ અધીકારી ભાવનગર વિભાગની કચેરીનો દ્વિ – વાર્ષીક તપાસણી કાર્યક્રમમાં ભાવનગર રેંજ આઇ.જી.પી. અશોકકુમારનાં વરદ હસ્તે ભાવનગર મહીલા પોલીસ થકી “SHE TEAM ” કાર્યરત કરવામાં આવેલ. જેમાં ભાવનગર શહેરના અલગ અલગ 05 પોલીસ સ્ટેશન 05 “SHE TEAM” ને લીલી ઝંડી આપી પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મહીલા ઓની સુરક્ષાઓ માટે સતત કાર્યરત રહેવા મોકલી આપી

she team bhavnagar

she team bhavnagar: આ અંગે ભાવનગર પોલીસનાં મતે ભાવનગર શહેર “ SHE TEAM ” એટલે….

અવેરનેસ : મહીલાઓમાં ઘરેલુ અને શારીરીક હિંસાનો ભોગ બનેલ પીડીત મહીલાઓને એન.જી.ઓ./ મનોચીકીત્સક સેવાઓ વિગેરે પુરી પાડી જાગૃતી પુરી પાડશે

કાઉન્સેલીંગ : જે મહીલાઓ હિંસા કે અન્ય કોઇ ગુન્હાની માહીતી આપતા ડર કે ભય અનુભવતા હોય તેઓને યોગ્ય કાઉન્સેલીંગ પુરુ પાડી જરૂરી આત્મબળ, સાહસ, શૌર્યનો ભાવ મળે તેવું વાતાવરણ ઉભુ કરી કાઉન્સેલીંગ કરશે તથા મહીલા પોલીસ સ્ટેશન સાથે સંકલનમાં રહી કામગીરી કરશે.

આ પણ વાંચો…Funeral of Gaumata: ઢોલ – શરણાઈના સુર સાથે પરિવારે ગાયની અંતિમયાત્રા કાઢી

પેટ્રોલીંગ : ભાવનગર શહેરની સ્કુલ, કોલેજો, ખાણીપીણીની જગ્યા, બાગ બગીચા તથા અવાવરૂ જગ્યાઓમાં સધન પેટ્રોલીંગ કરશે જેથી સમાજ માં મહીલાઓને પોતાની સુરક્ષા માટે બનેલ “SHE TEAM” નો સુખદ અહેસાસ થશે.

સેફ ડીફેન્સ : મહીલાઓ તથા નાના બાળકોને જાત રક્ષણ કેવી રીતે કરવું તે માટે સેલ્ફ ડીફેન્સની જાણકારી પુરી પાડશે.

સીનીયર સીટીઝન :ભાવનગરમાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધ, અસહાય લોકો માટે નમન : આદર સાથે અપનાપન યોજના હેઠળ જેઓને મળી પોલીસ તેઓની કાળજી લઇ તેમના ખબર અંતર પુછી જરૂરી મદદ પુરી પાડશે.

ઉપરોક્ત મુદ્દાઓ તેમજ મહીલા ઓને લગતા અનેકવિધ મુદ્દાઓ પર આ “SHE TEAM” કાર્ય કરશે અને સેવા પુરી ભાવનગર શહેરમાં મહીલાઓની સુરક્ષાને પ્રાધાન્ય મળે છેડતી, બળાત્કાર, જાતીય સતામણી જેવા વિગેરે જેવા ગુન્હા ઓ ઉપર અંકુશ મેળવવા તેમજ મહીલાઓના પ્રશ્નનોને ત્વરીત વાચા મળે તેવા ઉદ્દેશ્ય સાથે ” SHE TEAM ” ની રચના કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj