cow death

Funeral of Gaumata: ઢોલ – શરણાઈના સુર સાથે પરિવારે ગાયની અંતિમયાત્રા કાઢી

Funeral of Gaumata: પરિવારનાં સભ્યની સાથે હળીમળી ગયેલી ગાય છેલ્લા ૧૦ વર્ષોથી વિયાંણી ન હોવા છતાં નિયમિત પણે અમૃત સમાન દૂધ આપતી હોવાથી ગામ સમસ્તમાં આ ગાય કામધેનુના ઉપનામે ખ્યાતિ પ્રાપ્ત હતી.


અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , ૦૩ સપ્ટેમ્બર:
Funeral of Gaumata: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ધૂમ ચર્ચાઓ દેશમાં ચાલી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુરનાં તોતણીયાળા ગામ ખાતે એક પશુપાલકની ગાયનું વધતી ઉંમરના કારણે નિધન થતા ગામમાં શોક વ્યાપી ગયો હતો. ગામમાં કામધેનુનું ઉપનામ પામેલી ગાયના રક્ષક એવા અજીતસિંહ અમરસિંહ મોરીના પરિવારે ઢોલ-શરણાઈનાં સુર સાથે ગૌમાતા ની અંતિમયાત્રા પ્રયોજી હતી. સમસ્ત ગામ અંતિમક્રિયામાં જોડાયું હતું

વલ્લભીપુર તાલુકાનાં તોતણીયાળા ગામનાં રહેવાસી અજીતસિંહ અમરસિંહ મોરીએ એક દાયકા કરતા વધુ સમયથી એક ગાયનાં સૌરક્ષક હતા. પરિવારનાં સભ્યની સાથે હળીમળી ગયેલી ગાય છેલ્લા ૧૦ વર્ષોથી વિયાંણી ન હોવા છતાં નિયમિત પણે અમૃત સમાન દૂધ આપતી હોવાથી ગામ સમસ્તમાં આ ગાય કામધેનુના ઉપનામે ખ્યાતિ પ્રાપ્ત હતી. વધતી વયને લઈને ગુરુવારે આ કામધેનુએ દેહ ત્યાગ કરતા ગામમાં શોક વ્યાપી ગયો હતો.

ગાયના સૌરક્ષક એવા અજીતસિંહ મોરીએ આ દુઃખદ ક્ષણે જણાવ્યું હતું કે, અમારા પરિવાર માટે આ ગાય માતા સાચા અર્થમાં કામધેનુ હતી. જેના સાનિધ્યમાં અમો સુખી-સંપન્ન થયા છીએ. ૧૦ વર્ષથી વગર વિયાંણે આ કામધેનુ દૂધ આપતી હોવાથી સ્થાનિકોમાં પણ ભારે અચરજ સાથે આસ્થાભાવ જાગૃત થયો હતો.

આ પણ વાંચો…Parekh College: પારેખ કોલેજમાં વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા ભારે રોષ જોવા મળ્યો હતો.

આવી (Funeral of Gaumata) ગૌ માતાનાં નિધનથી ગ્રામીણો શોકાતુર બન્યા હતા. સ્વજનની અંતિમયાત્રાની માફક જ ગાયની અંતિમયાત્રા ગામમાં ફેરવવામાં આવી હતી. ત્યાર બાદ શાસ્ત્રોકત વિધિથી ગાયને સમાધિસ્થ કરવામાં આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોર્ટ દ્વારા ગૌ સૌરક્ષણને લઈને સરકારને આડે હાથ લેવામાં આવી છે. ગાય રાષ્ટ્રીય પશુ હોવાની વિભાવનાને બળવત્તર બનાવવાના પ્રયાસોને આનાથી વેગ મળ્યો છે.

ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં ગાયનું વિશેષ મહત્વ સદીઓથી ચાલ્યું આવતું હોય દરેક ધર્મના લોકોએ ગૌ-વંશનું સૌરક્ષણ કરવું જોઈએ તેવી કોર્ટની ટિપ્પણી બાદ દેશમાં ગૌ સુરક્ષાને લઈને વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે તોતણીયાળા ગામની આ ઘટના ગ્રામીણક્ષેત્રમાં ગૌ-વંશનું અદકેરું મહત્વ દર્શાવી જાય છે.

Whatsapp Join Banner Guj