SOU G-20 Summit: બળવંતસિંહ રાજપૂતે G20 સમિટના વિવિઘ મુદ્દે વિશેષ ચર્ચા કરી
SOU G-20 Summit: વિદેશી ડેલીગેટ્સે ભારતીય સંસ્કૃતિની ઝલક અને ગાલા ડિનરનો આસ્વાદ માણ્યો
રાજપીપલા, 11 જુલાઈઃ SOU G-20 Summit: વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં ‘વસુધેવ કુટુંબકમ’ ની થીમ સાથે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવઓની ઉપસ્થિતિ અને દેશ-વિદેશના ડેલીગેટ્સની હાજરીમાં G20ની 3જી મિટીંગ યોજાઈ રહી છે.
એકતાનગરમાં વિવિધ પ્રદર્શની સહિત ટેન્ટ સીટી-૧ ખાતે પ્રથમ દિવસે ‘ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ સેમિનાર યોજાયો હતો. ત્યારબાદ સાંજે ગુજરાતના ઉદ્યોગ, લઘુ તથા સુક્ષ્મ મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત સરકાર વતી વિદેશી ડેલીગેટ્સ સાથે ગાલા ડિનર માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
એકતાનગર ખાતે સેમિનાર અને પત્રકાર પરિષદ બાદ સાંજે વિદેશી ડેલીગેટ્સ માટે ટેન્ટ સીટી-૨ ખાતે ભારતીય સંસ્કૃતિની ઝલક અને ગુજરાતની ઝાંખી દર્શાવતી કૃતિઓ પ્રસ્તુત કરતા મહેમાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમ બાદ સૌ કલાકારોએ ગુજરાતના ઉદ્યોગ, લઘુ તથા સુક્ષ્મ મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે સમૂહ તસ્વીર ખેંચાવી હતી.
મંત્રી રાજપુતે વિવિધ દેશોના ડેલીગેટ્સ સાથે ટેન્ટ સિટી-2 ખાતે મુલાકાત કરીને G20 સમીટ વિશે ચર્ચાઓ કરી હતી. ગુજરાતી કલાકારો દ્વારા રાત્રિ કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુત કરાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક સે બઢકર એક ઝાંખી નિહાળી હતી. મંત્રીએ બાદમાં કલાકારો સાથે સમૂહ તસ્વીર ખેંચાવી હતી. મંત્રીએ ટ્રેડ ઇન્વેસ્ટર સમીટમાં વિવિધ દેશોમાંથી પધારેલા ડેલીગેટ્સ સાથે ગાલા ડિનરમાં સહભાગી બની રાજ્ય સરકાર વતી ઉપસ્થિતિ નોંધાવી હતી. જ્યાં ‘શ્રી અન્ન’ ભારતીય પરંપરાગત આહારનો લ્હાવો ડેલીગેટ્સે માણ્યો હતો.
એકતાનગર ખાતે ઉપસ્થિત રહેલા મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, જી20ની સમગ્ર ભારતમાં ૧૭ જેટલી મિટીંગ આયોજિત કરવામાં આવી છે. દેશ-વિદેશના ડેલિગેટ્સને ગુજરાતમાં દીલથી આવકારીએ છીએ. ગુજરાતમાં આયોજિત મિટિંગો પૈકીની આ ચોથી મિટિંગ છે. ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે તેના વિકાસને નજરે નિહાળી વિદેશી ડેલિગેટ્સ અભિભૂત થયા હતા અને પ્રસંશા કરી હતી.
ગુજરાત વિકાસનું મોડેલ બન્યુ છે તેને સૌ રાજ્યો અનુસરે છે. ગુજરાતની મોડેલ રાજ્ય તરીકેની પહેલ વિશ્વમાં પણ આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતને ૧૬૦૦ કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે ત્યારે બંદરોનો વિકાસ કરી આયાત-નિકાસને વધારવા સાથે પ્રવાસનને પણ વધુ વેગ આપી શકાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થોડા દિવસો પહેલાં અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે રોકણકારોને ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું છે. માત્ર ૬ દિવસમાં જ રોકાણકારોને જમીન ફાળવી દેવામાં આવી હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર, ઉદ્યોગ વિભાગના ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્યા, કેન્દ્ર-રાજ્ય સરકારના સચિવઓ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, પ્રતિભા દહિયા (IAS-પ્રોબેશનરી) સહિત કાર્યક્રમ સાથે સંકળાયેલા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો… Rain Update in Gujarat: ગુજરાતમાં આજે કેવું રહેશે મોસમનો મિજાજ? જાણો હવામાન વિભાગની આગાહી…

