Spiritual reunion: ભિલોડામાં તેરાપંથ ધર્મસંઘના બે સિંઘાંડાનું આધ્યાત્મિક મિલન
Spiritual reunion: તેરાપંથ ઉપસભા ભિલોડાના પ્રમુખ મહાવીર ચાવતે સ્વાગત પ્રવચન કર્યું
ભિલોડા, 18 ફેબ્રુઆરીઃ Spiritual reunion: યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીના શિષ્ય મુનિ હિમાંશુ કુમારજી થાણા 3 આજેના રોજ સવારે 9.30 કલાકે મઉં થી ભિલોડા પહોંચ્યા. મુનિ ડો. મદનકુમારજી ઠાણા 2 અને મુનિ હિમાંશુ કુમારજી ઠાણા 3 બંને સિંઘાડાઓ નું આધ્યાત્મિક મિલન મહાવીર ભવન ભિલોડા ખાતે યોજાયુ હતુ.
કાર્યક્રમની શરૂઆત મહિલા મંડળ,ભિલોડા દ્વારા મંગલાચરણ સાથે કરવામાં આવી હતી. તેરાપંથ ઉપસભા ભિલોડાના પ્રમુખ મહાવીર ચાવતે સ્વાગત પ્રવચન કર્યું હતું. મુનિ મદનકુમારજી સ્વામી અને મુનિ હિમાંશુકુમારજી સ્વામીએ ભિલોડા વિસ્તાર પર મહાન આશીર્વાદ વરસાવીને જ્ઞાનની ગંગા વહાવી હતી.
કાર્યક્રમમાં બડોલી, ઈડર, માણસા, વિરપુર, મોડાસા, મેઘરજ અને આસપાસના શ્રાવક સમાજો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મુનિ સિદ્ધાર્થકુમારજીએ કર્યું હતું. આભારવિધિ તેરાપંથ ઉપસભા મંત્રી બાલુલાલ દકે કરી હતી. વિકેશ દકે કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી.

